નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર એલોપથી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોક્ટરો ને LCB નર્મદા એ ઝડપી પડ્યા

0
29
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર એલોપથી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોક્ટરો ને LCB નર્મદા એ ઝડપી પડ્યા

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા ના અંતરિયાળ તાલુકાઓ માંથી આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો ઉપર તવાઈ બોલવાઈ છે હાલ નર્મદા જિલ્લા LCB દ્વારા નર્મદા જિલ્લા ના જુદા જુદા તાલુકાઓ માં થી ચાર જેટલા બોગસ અને વિના એલોપેથી ડીગ્રી ધરાવતા ડોક્ટરો ને ઝડપી મુદ્દામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

નર્મદા એલ.સી.બી પી.આઈ અલ્પેશ પટેલ ના સુપરવિઝન હેઠળ બાતમી આધારે પી.એસ.સી. વજેરીયાના ડો.હેમંતકુમાર પૃથ્વીરાજ વસાવાનાઓ સાથે તિલકવાડાના અગર ગામ ખાતે રેઇડ કરતા દિનેશકુમાર રઘુનાથ અધિકારી હાલ રહે. અગર તા.તિલકવાડા જિ.નર્મદા મુળ રહે. સપદલકુર રાબોનપોટા તા. દંતાલા જી. નદીયા (પશ્ચિમ બંગાળા) વિના ડીગ્રી પ્રેક્ટિસ કરતા જણાઈ આવતા એલોપેથી દવાઓ નો જથ્થો કિ.રૂ. ૧૯,૯૧૮/-નો મુદ્દામાલ મળી આવતા સદર ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રન્ગ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ કલમ ર૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો તિલકવાડા પો.સ્ટે.માં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

અન્ય કિસ્સામાં પી.એસ.સી. લાછરસના ડો. નિધી પ્રકાશભાઇ મોદીનાઓ સાથે લાછરસ ગામ ખાતે રેઇડ કરતા બોગસ ડોકટર આરોપી રાજકુમાર સુધીરભાઇ રાવલ રહે.લાછરસ બોર ફળિયુ તા.નાંદોદ જિ.નર્મદા મુળ રહે.ઘર નં- પ ચાપલપુર, ખેડબ્રહ્મા તા. ખેડબ્રહ્મા જી. બનાસકાંઠા ને એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો,તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૧૯,૧૯૩૮- તથા મોબાઇલ૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૪,૧૯૩/-નો મુદ્દામાલ મળી આવતા સદર ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રન્ગ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો રાજપીપલા પો.સ્ટે.માં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યો છે

રાજપીપલા પો.સ્ટે. ટાઉન વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર રાજપીપલા ખાતેના ડો. મેઘા દોશીનાઓ સાથે વિશ્વકર્મા મંદિર પાસેના દવાખાનામાં રેઇડ કરતા પ્રશાંત ચન્દ્રકાંતભાઇ પટેલ રહે. મહાલક્ષ્મી સોસાયટી ગાંધી ચોક એમ.વી. રોડ રાજપીપળા તા.નાંદોદ જિ.નર્મદા હોમિયોપેથીક દવા આપવાની લાયકાત ધરાવતો હોવા છતાં તેના દવાખાનમાં જોતા એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો, તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીડલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૧,૮૫,૫૧૪.૬૦/- નો મુદ્દામાલ મળી આવતા સદર ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ  ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો રાજપીપલા પો.સ્ટે.માં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં રોજદેવ ગામ ખાતે ખેતરમાં કાચા ઝુંપડામાં સંજયકુમાર કાર્તિકચન્દ્ર સીલ રહે. કંકલીયા નંદનપુર, તા.કરીમપુર જી નદિયા (પશ્ચિમ બંગાળ) નામનો ઇસમ ખાનગી દવાખાનુ ખોલી પ્રેકટીસ કરતા હોવાની બાતમી આધારે નાના કાકડીઆંબા ખાતેના પી.એસ.સી. ડો. પરિમલ પ્રવિણભાઇ પટેલનાઓ સાથે રોજદેવ ખાતે દવાખાનામાં રેઇડ કરતા સંજયકુમાર કાર્તિકચંન્દ્ર સીલ રહે, કંકલીયા નંદનપુર, તા.કરીમપુર જી.નદિયા (પશ્ચિમ બંગાળ)નો હોવાનુ જણાવેલ ઉપરાંત તેની પાસે કોઈપણ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે પ્રમાણપત્ર હતું નહીં ઉપરાંત એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો, તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીજ (નીડલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૪૨,૦૦૪.૪૫/- નો મુદ્દામાલ મળી આવતા સદર ઇસમ વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનો સાગબારા પો સ્ટે.માં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here