ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી ની તાલુકા પંચાયત પ્રમુખ ને ખુલ્લી ચેલેન્જ

0
37ગુજરાત
નર્મદા રિપોર્ટ -અનીશખાન બલુચી

ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી ની તાલુકા પંચાયત પ્રમુખ ને ખુલ્લી ચેલેન્જ.

નર્મદા જિલ્લાની ગરુડેશ્વર તાલુકા ની 2021- 22 ના વર્ષની 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ ના કામોની યાદી બાબતે તાલુકા વિકાસ અધિકારી ગરુડેશ્વર ને આવેદનપત્ર.

 

ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે જેમાં 2021 22ના વર્ષની 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ ના કામો ની યાદી જોતા વિરોધ સભ્યોના વિસ્તારોમાં કામો ની વહેંચણી તાલુકા સદસ્ય ના વિસ્તાર પ્રમાણે થયેલ જણાતી નથી.
ગરુડેશ્વર તાલુકા વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે ગરુડેશ્વર તાલુકા માં સામુહિક વિકાસ માટે દરેક તાલુકા સદસ્ય ની માંગણી મુજબ ભાગે પડતી ગ્રાન્ટની વહેંચણી થવી જોઈએ જે યાદી જોતા થયેલ નથી. યાદીમાં કેટલાક નામો એવા દેખાય છે કે જેઓ ચૂંટાયેલા સભ્યો કે આયોજન મંડળના સભ્ય ના હોવા છતાં તેમની માગણીઓ સ્વીકારી કામની ફાળવણી કરવામાં આવેલ છે.

ગરુડેશ્વર તાલુકા માં 94 ગામનો સમાવેશ થયેલ છે દરેક ગામનો સામુહિક વિકાસ થાય તેવી રીતે ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ ગ્રાન્ટની વહેંચણી થવી જોઈએ જેની જગ્યાએ ગરૂડેશ્વર તાલુકાના પ્રમુખ શ્રી ના વ્યારા ગામ માં રૂપિયા ૨૫ લાખ પંદર હજાર પાંચસો ના કામો ની ફાળવણી કરવામાં આવેલ છે અને અમારા વિસ્તારના ગામોને અન્યાય કરવામાં આવેલ છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ ચેલેન્જ કરી કે પ્રમુખ કહે છે કે વિપક્ષ 60% કામોની ફાળવણીમાં માંગે છે જો મેં આ માંગણી કરી હોય તો પ્રમુખ સાબિત કરી બતાવે જો સાબિત થાય તો હું સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ નહીં તો પ્રમુખ ખુરસી છોડે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here