બે મિત્રો સાથે મળીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

0
137સોશિયલ મીડિયાના યુગમાં મોબાઈલમાં મશગુલ રહેતા સંતાનો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

ગોંડલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોના સંપર્કમાં આવી હતી. જે બાદ યુવકે સગીરાને મળતા માટે બોલાવી તેનું અપહરણ કરાયું હતું અને તેની સાથે પાસવી રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ગોંડલની 12 વર્ષની સગીરા સોશિયલ મીડિયા ઈન્ટાગ્રામથી વિરાજ ગોસ્વામી નામના યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ અવાર નવાર યુવક સાથે ચેટિંગ અને વીડિયો કોલ પર વાત પણ કરતી હોવાનું પણ સામે આવ્યું છે પરતું આ વિરાજ ગોસ્વામી નામના યુવકે સગીરાની મળવા માટે બોલાવી હતી જે બાદ સગીરાનું યુવક અને તેના મિત્રો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના મિત્રો અક્ષર સોલંકી અને મુકેશ સોલંકી નામના આ શખ્સોએ પણ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું હોવાનું સામે આવ્યું છે.

સગીરાએ કહેલી પોતાની આપવીતીને આધારે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો સમગ્ર મામલે પોલીસ પણ હરકતમાં આવી છે પોલીસે અપહરણ, દુષ્કર્મ ફરિયાદ નોંધી યુવકોની શોધખોળ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here