સાપુતારા જતાં માર્ગે બારીપાડા પાસે આઇસર ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો

0
36ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ચીખલી ગામ નજીક માલ સામાનનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો….

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુરત તરફથી માલસામાનનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.એમ.એચ.16.સી.ડી.7801 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ચીખલી નજીક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પોને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here