પાંચ દાતાઓ અને યુવાનોની ટીમ દ્વારા ૨૦૦૦ થી વધુ વૃક્ષો વાવી ઉછેરી જેતપર (મ.)માં બનશે ઓક્સિજન પાર્ક

0
24
સંતો-મહંતો અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ.

વૃક્ષો અને હરિયાળીના માધ્યમથી વૃક્ષો માનવજાતને અખૂટ ઓક્સિજન પૂરો પાડે છે પરંતુ માનવને તેનો ખરો અહેસાસ હોસ્પિટલમાં લિટરના ભાવે ચાર્જ લાગે ત્યારે જ થાય છે આ એક કડવું સત્ય છે અને આવીજ લાગણીને ધ્યાને લઇ જેતપર (મ.)ના યુવાનોએ જેતપર (મ.) ગામમાં ૨૦૦૦ થી વધારે ઘટાદાર વૃક્ષો વાવવા, ઉછેરવા, જતન કરવાનો સંકલ્પ કર્યો અને ઓક્સિજન પાર્ક ના નિર્માણનું કાર્ય હાથ ધરાયું.

તારીખ 03-06-2021, ગુરૂવાર સવારે 08:00 કલાકે, સંસ્કારધામ મોરબીના સંત પ. પુ. પ્રેમપ્રકાશદાસ સ્વામી, પુરાણી દિવ્યપ્રકાશ સ્વામી, પૂજ્ય બલરામગીરી બાપુ તથા અન્ય સંતોના વરદહસ્તે તેમજ પૂર્વ ધારાસભ્ય  કાંતિભાઇ અમૃતિયાની સાથે અન્ય દાતાઓ હર્ષદભાઈ આર. અમૃતિયા, જગદીશભાઈ પી. અમૃતિયા, ચંદુલાલ એ. વરસડા, કાંતિલાલ એચ. દેત્રોજાની ઉપસ્થિતિમાં જેતપુર (મ.)ની યુવાનોની ટીમ સતીશભાઈ અમૃતિયા, ચિરાગભાઈ અમૃતિયા, હર્ષદભાઈ અઘારા, દિનેશભાઈ અઘારા, નિલેશભાઈ અમૃતિયા, દિનેશભાઈ અમૃતિયા, રમેશભાઈ અમૃતિયા, મુકેશભાઈ અમૃતિયા, અમરશીભાઈ અમૃતિયા, અવધભાઈ જાકાસણીયા, બીપીનભાઈ અમૃતિયા વિ.એ તળાવની પાળે તથા તળાવ ની બાજુની વિશાળ જગ્યામાં વૃક્ષો વાવવાનું કાર્ય પ્રારંભ કર્યો હતો.

આ તકે વનવિભાગના આર.એફ.ઓ એન.પી રોજાસરા, કે.પી. હેરમા તથા એન. જી. ચૌહાણ વિગેરે હાજર રહ્યા હતા. સંતોએ આશીર્વચન, દાતાશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા અધિકારીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. યુવાનોએ આભારવિધિ કરી હતી અને નિર્ધાર કર્યો હતો કે વધુમાં વધુ વૃક્ષો ઉગાડી કુદરતને કંઈક પરત આપવાનો પ્રયાસ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here