જુનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા તથા કાવતરૂ ધડનાર છ શખ્સોને પોલીસે ઝડપી તપાસ શરુ કરી

0
26ધર્મેશ પરમારની હત્યામાં રાજકીય રાગ દ્વેષ નહીં પરંતુ અગાઉ ખૂનની કોશિશની થયેલ ફરિયાદ હત્યાનું કારણ બની… પોલીસ

હત્યામાં સામેલ કસુરવારને છોડવામાં નહી આવે તપાસ દરમ્યાન હકિકત સામે આવશે તો વધુ કલમો ઉમેરાશે… એસ.પી.રવી તેજા વાસમશેટ્ટી

જૂનાગઢ : તાજેતરમાં ચકચારી પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર અને દલિત આગેવાન ધર્મેશ પરમારની અત્યારના સંદર્ભે આજે જિલ્લા પોલીસ વડાએ એક પત્રકાર પરિષદ સંબોધી હત્યામાં સામેલ છ જેટલા ઈસમોને ઝડપી લીધા હોવાની વિગતો સાથે પોલીસ તપાસ દરમિયાન સામે આવેલ હત્યા અંગેના પ્રાથમિક તારણો જણાવ્યા હતા.

આ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.૦૨ જૂનના ૧૨ વાગ્યાના અરસામાં દાતાર મંજીલ જજ કોલોની પાસે બીલખા રોડ ઉપર આ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથીયારો સાથે મરણજનાર ધર્મેશભાઇ પરમારને તીક્ષ્ણ તથા જીવલેણ હથીયારોથી આડેધડ માર મારી જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવી નાશી જઇ ગુન્હો આચરવામાં આવેલ હોય. જેની ફરિયાદ મરણ જનાર ધર્મેશ પરમારના ભાઈ રાવણ પરમાર દ્વારા નોંધાવવામાં આવતા પોલીસે કુલ મુખ્ય ચાર આરોપી ૧૧ શકમંદ આરોપી તેમજ ચાર અજાણ્યા ઈસમોને કેન્દ્રમાં રાખી તપાસ આરંભી હતી.

ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજાના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ખાસ સુચના જારી કરવામાં આવેલ.
જે અનુસંધાને ડી.વાય.એસ.પી પી.જી.જાડેજા, જૂનાગઢ વિભાગ, દ્વારા ઉપરોકત બનાવના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા જરૂરી ડીવીજન હેળઠના પોલીસ સ્ટેશનને જરૂર સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઈ આર.કે.ગોહિલ, ડી.જી.બડવા, ડી.એમ.જલુ તથા પો.સ્ટાફ તથા એસ.ઓ.જી. શાખાના પી.એસ.આઈ જે.એમ.વાળા તથા પો.સ્ટાફની તથા એ.ડીવીજન પોલીસ સ્ટેશન પી.આઈ આર.જી.ચૌધરી તથા પી.એસ.આઈ એ.કે.પરમાર તથા એ ડીવીજન પો.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર તમામ ઇસમોને પકડી પાડવા ટીમો કાર્યરત કરવામાં આવેલ જેમાં એક ટીમને ટેકનીકલ સેલની મદદથી આરોપીઓની તપાસમાં આરોપીઓ અંગે માહિતી એકત્રીત કરવા રવાના કરવામાં આવેલ તેમજ બીજી એક ટીમને સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપીઓ અંગે માહિતી મેળવવા રવાના કરવામાં આવેલ.
તે દરમ્યાન આ ઘટનાને અંજામ આપનાર ઇસમો પૈકીના મરણજનાર ધર્મેશભાઈ પરમાર ઉપર હથિયારો વડે હુમલો કરતા ઈસમો સી.સી.ટીવી.માં દેખાતા ઈસમોની ઓળખ થતા એક ટીમને ઇસમોને પકડી પાડવા રવાના કરવામાં આવેલ દરમ્યાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી (૧) કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઇ સોલંકી (ર) રામજી ઉર્ફે રામભાઇ જીવારાજભાઇ વાળા (3) સુરેશ ઉર્ફે સુરીયો સામતભાઇ ખરાને દબોચી લઈ એસ.ઓ.જી. જૂનાગઢને સોંપતા અત્રે લાવવામાં આવેલ.
તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સંજય ઉર્ફે બાડીયો સુરેશભાઇ ઉર્ફે દુલાભાઈ સોલંકીને પકડી પાડવા સતત વોચ તપાસમાં હતા. તે દરમ્યાન એલસીબીની ટીમના અધિકારીઓને ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ કે, ઉપરોકત ગુન્હાનું કાવતરૂ ઘડનાર મુખ્ય આરોપી સંજય સોલંકી મહારાષ્ટ્ર તરફ નાશી ગયેલ છે. અને હલ તે મધ્યપ્રદેશ રાજયના ટીકરી જી.બડવાણા ખાતે હોવાની હકિકત મળતા તુરત ક્રાઈમ બ્રાન્ચના પો.સ.ઈ.શ્રી આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઈ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભરતભાઈ સોનારાને તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ. આ ટીમ દ્વારા હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી સંજય ઉર્ફે બાડીયો સુરેશભાઇ સોલંકી મળી આવતા રાઉન્ડ અપ કરી અત્રે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ.
હાલ ગુન્હાની તપાસ એલ.સી.બી જૂનાગઢ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
તે દરમિયાન હાથ વગા કરેલ આરોપીઓમાં
(૧) કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઇ સોલંકી રહે. પ્રદીપના ખાડીયા વિસ્તાર, જૂનાગઢ (૨) સંજય ઉર્ફે બાડીયો સુરેશભાઇ ઉર્ફે દુલાભાઇ સોલંકી રહે. પ્રદિપના ખાડીયા વિસ્તાર, જૂનાગઢ (૩) ઋષીરાજ ઉર્ફે લાલો રશ્મીકાંત ઠાકોર ઉર્ફે લેટેસ્ટ લાલો રહે. કડીયાવાડ, જૂનાગઢ (૪) સુરેશભાઇ ઉર્ફે સુરીયો સામતભાઇ ખરા રહે. આદિત્યાણા, તા.રાણાવાવ જી. પોરબંદર (૫) રાહુલ ઉર્ફે બલીયો રમેશભાઇ પરમાર રહે. પ્રદિપના ખાડીયા વિસ્તાર, જૂનાગઢ (૬) રામજી ઉર્ફે રામભાઇ જીવરાજભાઇ વાળા રહે. આદિત્યાણા, તા.રાણાવાવ જી. પોરબંદર વાળાઓને પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, આ ઉપરાંત પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું, કે પોલીસ તપાસ દરમિયાન ગુનામાં સામેલ એક પણ આરોપીને છોડવામાં નહીં આવે આ ઉપરાંત ફરિયાદી દ્વારા હત્યાના કારણ અંગે લોકસભાની ચૂંટણી વખતનું રાજકીય મનદુખ જણાવાયુ હતું, પણ પોલીસ તપાસ દરમિયાન અગાઉ ૧૦મી મે ના રોજ કુમાર નામના રબારી શખ્સ દ્વારા કરવામાં આવેલ ૩૦૭ ની ફરિયાદ જેમાં આ ઘટનાના મુખ્ય આરોપીના પીતા સુરેશ ઉર્ફે દુલા સોલંકીનું નામ આવતા અંગેનું મનદુઃખ અત્યારના મુખ્ય કારણ તરીકે પોલીસ સામે આવ્યું હતું, આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં આ હત્યા કોઈપણ પ્રકારના રાજકીય રાગદ્વેષથી ના થઈ હોય અને બનાવના શરુઆતના તબક્કામાં જોર સોરથી ઊઠેલ રાજકીય પદાધિકારીઓના નામો અંગે છેદ ઉડાવતા જિલ્લા પોલીસ વડાએ હજુ સુધીની તપાસમાં કોઇપણ રાજકીય વ્યક્તિની સંડોવણી સામે ન આવી હોવાનું જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here