રાજકોટ સિવિલને દુબઈ અબુધાબી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન ફાળવાયો

0
59
દુબઈ-અબુધાબીમાં નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરેથી મોકલાયેલ ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન પૂ.સંતો-કાર્યકરો દ્વારા રાજકોટ સિવિલને ફાળવાયો

કોરોનામાં લોકોને ઓક્સિજન ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દુબઈ-અબુધાબી મંદિરથી રાહત સામગ્રી ગુજરાતમાં મોકલવામાં આવી છે જેમાં ૨૨ મેટ્રિક ટન ભરેલી ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનો જથ્થો રાજકોટ સિવિલ હોસ્પિટલને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે.

દુબઈ-અબુધાબી ખાતે બની રહેલ હિંદુ સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા જિલ્લામાં લીક્વીડ ઓક્સિજન ટેન્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.હાલ ચાલી રહેલી કોરોના મહામામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા તાકીદે ઓક્સિજન મળી રહે તે માટે ૨૨ મેટ્રિક ટન ઓક્સિજનરાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલને સેવામાં આપવામાં આવેલ છે.આ તકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટથી કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અનેપૂ.અપૂર્વમુનિ સ્વામીએઠાકોરજીના સાનિધ્યમાં વેદોક્તવિધિ મુજબ ઓક્સિજન ટેન્ક અર્પણ કરી હતી જે પ્રસંગેજિલ્લા ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર પ્રદીપભાઈ ડવ, એડી.કલેકટર પરિમલભાઈ પંડ્યા, એડી.કલેકટર જયેશભાઈ પટેલ,રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીન ડૉ.સામાણી સાહેબ, મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.ત્રિવેદી સાહેબ, આર.એમ.ઓ. ડૉ. એમ.પી. ચાવડા સાહેબ સહિતના મહાનુભાવોઉપસ્થિત રહ્યા હતા. આ તકે દર્દીઓના સુ-સ્વાસ્થ્ય માટે પૂજ્ય સંતો સાથે મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના પણ કરી હતી.

બીએપીએસ સંસ્થા સમાજના દરેક કાર્યોમાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. બીએપીએસ સંસ્થા સદાવ્રત, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સહિતના સમાજ ઉદ્ધારકનું કાર્ય કરે છે. કોરોના મહામારીના આ કપરા કાળમાં સમાજની સાથે રહેવાનું કાર્ય પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ થકી ભારત સહિત અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન સમયે પણ સંસ્થા દ્વારા શાકભાજી, અનાજ, દવા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અબુ ધાબી મંદિર ખાતેથી ૨૦૦૦ કિમી દૂર ભારત ખાતે ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહીમાં સંસ્થાના કાર્યકરોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here