રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા તૌકતે વાવાઝોડા થી પ્રભાવિત શીયાળબેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી

0
57
રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા તૌકતે વાવાઝોડા થી પ્રભાવિત શીયાળબેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)

દરિયા ની વચ્ચે આવેલ ટાપુ પર બોટ દ્વારા રાશન કીટ લઈને પહોંચ્યા યુવાઓ

હાલ માં આવેલ તૌકતે વાવાઝોડા ના કારણે દરિયાકાંઠા ના વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ઉના, મહુવા અને તળાજા ના ગ્રામ્ય વિસ્તાર માં ખૂબ મોટા પ્રમાણ માં નુકશાની થઈ છે. ત્યાં ના લોકો નો મુખ્ય વ્યવસાય મજૂરી તથા ખેતી હોઈ હાલ તેઓ બેરોજગાર બન્યા છે. તે બાબત ની નોંધ લઈને રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળબેટ માં વસતા ૧૦૧ પરિવારોને રાશનકિટ તથા બાળકો માટે બિસ્કિટ તથા નાસ્તો આપી નાના ભૂલકાઓને રાજી કર્યા હતા.

ચોટીલા ના લોકો ને અપીલ કરીને એકઠું કરેલું રાશન અને નાસ્તો લઈને યુવાઓ વાહન મારફતે પીપાવાવ અને ત્યાં થી બોટ નો સહારો લઈને દરિયા વચ્ચે આવેલ શિયાળ બેટ ટાપુ પર રહેતા પરિવારો ને રાશનકીટ પહોંચતી કરી હતી. આ સેવા કાર્ય માટે ચોટીલા શહેર તેમજ ચોટીલા તાલુકા ગ્રામ્ય વિસ્તાર ના લોકો દ્વારા રાશન કીટ માટે મદદ કરવામાં આવી હતી. આ કાર્ય ને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, ફેઝલભાઈ વાળા, મેહુલભાઈ ખંધાર, અરમાનખાન પઠાણ, જયેશભાઇ મકવાણા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, નીરાલિબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, રોનકભાઈ બોડાણા, કાળુભાઇ શિયાળીયા, જૈનમભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here