કાલોલ શહેર સહિત તાલુકાના યુવાનોએ વેક્સિનેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવી.

0
24પંચમહાલ.કાલોલ
રિપોર્ટર ‌સાજીદ વાઘેલા
આજરોજ કાલોલ સહિત જિલ્લામાં ૨૫ સ્થળો પર વેક્સિનેશન નું પ્રથમ ડોઝ ૧૮ થી ૪૪ વર્ષના લોકોને આપવાનું શરૂ કર્યું હતું જેમાં કાલોલ રેફરલ હોસ્પિટલની હેલ્થ કચેરી ખાતે કાલોલ શહેર સહિત તાલુકાના મોટીસંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક રસીકરણ બુથ ઉપર પોંહચી કોરોના રસીકરણ નો પહેલો ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને પ્રતીક્ષા કક્ષમાં બેસીને નંબર મુજબ વેક્સિનેશન કરાવીને નિરીક્ષણ રૂમમાં અડધો કલાક સુધી આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ રોકાયા હતા. કાલોલ હેલ્થ ઓફિસર મિનેશ દોશીએ રસી મુકાવનાર તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉ યોગેશ પંડ્યા અને કાલોલ તાલુકા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.કિરણસિંહ પરમારે રસીકરણ બૂથ ઉપર રસી મુકાવવા આવેલ યુવાનોને કોવિડ-૧૯ મહામારીથી બચવા માટે માહિતી પ્રદાન કરી તેમજ રસી લેવાનાં ફાયદા વિશે સમજ આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here