ચીખલી માંથી કેમિકલ નો કાળો કારોબાર ઝડપાયો

0
30 નેશનલ હાઇવે નંબર 8 પર ચીખલી પાસે આવેલ સાઈ હોટલ પર કેમિકલનું કાળો કારોબાર ઝડપાયો હતો છેલ્લા કેટલાય સમયથી સાંઈ હોટલ પર મોટા પ્રમાણમાં કેમિકલનો કાળા બજાર ચાલતા હોવાની બાતમીના આધારે સુરતની ટીમ એ રેડ કરી પર્દાફાસ કર્યો હતો ચીખલી પોલીસની હદમાંથી સીઆઇડી ક્રાઇમની સિ. આઇ.એલ. બ્રાન્ચ દ્વારા રૂપિયા 38 લાખથી વધુના બેન્જીન કેમિકલના જથ્થા સાથે પાંચ આરોપીને ઝડપી પાડયા હતા આ કેમિકલ બાયોડીઝલ માં મિક્સ કરાતું હોવાની ચર્ચા છે ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની સી. આઇ.એલ બ્રાંચના પી.આઇ જે.એમ. કંડોરીયા ની ટીમે ચીખલી પોલીસ મથકના વિસ્તારમાંથી ગેરકાયદે સગેવગે કેમિકલ ચોરીનું મોટું રેકેટ રાત્રિના સમયે ઝડપી પાડયું હતું ઓપરેશન દરમિયાન પ્લાસ્ટિકના કેરબામાં કાઢેલું ૨૦૪૫ લિટર બેન્જીન અને ૨૨૦ લીટર કાર્બન સોઇલ નામના કેમિકલનો જથ્થો ઝડપી પાડયું હતું તેની સાથે ૨૪૨૫૫ લીટર બેન્જીન કેમિકલ ભરેલું ટેન્કર નંબર જીજે ૦૬ એ અેક્ષ ૧૫૧૮ પણ કબજે કર્યું હતું આ ઉપરાંત સિઆઇએલ બ્રાન્ચે કેટલાક ખાલી બેરલ પ્લાસ્ટિક ના પાઇપ સહિતના કુલ ૩૮,૭૭,૪૫૨ નો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીને ઝડપી પાડયા હતા જ્યારે એક ને ફરાર જાહેર કર્યો હતો પોલીસે કરેલ રેડમાં ૧૫૪૦ લીટરનું કાર્બન ઓઇલ બેનઝીલ નામનું કેમિકલ પોલીસે ઝડપી પાડયું હતું સાથે જ ઘટનાસ્થળે હાજર ટેન્કરમાં ૨૪,૨૫૫ લિટર કેમિકલ પણ પોલીસે કબજે કર્યું છે ઉપરાંત પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં કેરબા, પાઇપ અને ડમ્પર ને કબજે કરી સુરત ખાતે વધુ કાર્યવાહી હાથ ધરી નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીને અડીને આવેલા કેટલાક વિસ્તારો છેલ્લા અનેક સમયથી કેમિકલના કાળા બજારના કારોબાર માટે પંકાયેલા છે જેથી આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરે તો અનેક કાળા બજરિયાઓ ને ધંધો બંધ કરી જેલમાં જવાનો વારો આવી શકે તેમ છે ચીખલી તાલુકામાં સી. આઇ.ડી.સી. આઇ.સેલ દ્વારા રેડ પ્રકરણ બાદ ચીખલી પીઆઇ અને એક કોન્સ્ટેબલ ની બદલી કરી દેવામાં આવી છે ચીખલી ડી. કે .
પટેલ ની નવસારી એલ આઇ બી શાખામાં બદલી કરવામાં આવી છે તેમના સ્થાને જલાલપોર પોલીસ સ્ટેશનના પી.આઇ એ આર વાળાની તાત્કાલિક અસરથી ચીખલી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ બદલી કરવામાં આવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here