નર્મદા જિલ્લામાં પણ બોગસ તબીબોની ભરમાર બુજેઠા ગામ ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર પકડી પાડતી તિલકવાડા પોલીસ

0
74નર્મદા જિલ્લામાં પણ બોગસ તબીબોની ભરમાર બુજેઠા ગામ ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર પકડી પાડતી તિલકવાડા પોલીસ

રાજપીપળા : જુનેદ ખત્રી

હાલ નર્મદા જિલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે જુમ્બેશ ઉપાડી છે ત્યારે તિલકવાડા પો.સ્ટે.ના પી.એસ.આઈ એમ.બી.વસાવા તથા સી.એમ.ગામીત નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને બાતમી હકીકત મળેલ જેના આધારે રેડ કરતા બુજેઠા ગામે કરનાળી જતા રોડ ઉપર વનરાજસિંહ ઈશ્વરસિંહ પરમારની હરોળબંધ દુકાનોમાં જગ્યા ભાડે રાખી દેવીષા દવાખાનુ ચલાવતા નિમેશકુમાર વિષ્ણુપ્રસાદ ભટ્ટ હાલ રહે ચાણૉદ બી.એન.હાઈસ્કૂલ પાસે તા-ડભોઈ જિ-વડોદરા મુળ રહે નાનીચીપવાડ ફળીયુ સ્વામીનારાયણ મંદિર સામે તા-સંખેડા જિ-છોટાઉદેપુર નાનો પોતાના કબ્જાના દવાખાનામાં કોઈ પણ સમકક્ષ સંસ્થા એટલે કે ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસરરીતે ડોક્ટરની પ્રેક્ટીસ ચલાવી કોઈ પણ મેડીકલ ડીગ્રી કે સર્ટી વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઈજેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી દવા તથા મેડીકલ સાધનો તથા દવાઓ વિગેરે સાથે મળી આવ્યો જેની પાસેથી કુલ કિ.રૂ. ૨૩,૮૩૦/- ના મુદ્દામાલ કબજે લઈ સદર ઈસમ વિરુધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રન્ગ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ કલમ ૨૭(બી)૨ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ તિલકવાડા પો.સ્ટે મા ગુનો રજી.કરવામા આવ્યોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here