અરવલ્લી જિલ્લામાં બે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ ડૉક્ટર ઝડપાયા

0
34 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લી જિલ્લામાં બે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ ડૉક્ટર ઝડપાયા

આરોગ્ય તંત્ર ને ઘોરનિંદ્રામા રાખી અરવલ્લી એલ સી બી તેમજ એસ ઓ જી પોલીસે બોગસ ડૉક્ટર ઝડપી પાડ્યા

મેઘરજના રામગઢી ગામે થી બોગસ ડૉક્ટર ઝડપાયો

રામગઢી ગામે પોતાના રહેઠાણમા ચલાવતો હતો દવાખાનું

મેડિકલ ડિગ્રી વગર લોકો સાથે ચેડા કરનાર બોગસ ડૉક્ટર ઝડપાયો

મેડિકલ સાધનો, દવા, ગોરી સાથે કુલ રૂપિયા 65,803/- રૂપિયાનો મુદામાલ પકડાયો

આજના યુગમાં કારા માથાના માનવીને ઓરખવો ઘણો મુશકેલ બને છે જેમાં માણસ તો માણસ બની ને લોકોને છેતરવાના અવનવા કિમીયા અપનાવે છે માણસ કમાવવા માટે બધું દાવ પર મૂકી પોતાની માણસાઈ ભૂલી જાય છે અને છે તે વધુ લોભના કારણે પોતાનું નામ ખોઈ બેસતો હોય છે. કોરોના કહેર વચ્ચે કેટલાક લોકો એ કારાબજારીયાઓ પોતાનો ધંધો ખોલી બેસી ગયા હતા તેમાં માનવી સાથે ચેડા કરનાર અને કોરોના કહેરમાં ઇન્જેક્શન ના અને મેડિકલ તેમજ ઓક્સિજન ના કાળા વેપાર સામે લોકો પાસેથી લૂંટ ચલાવી છેતર્યા હતા.કોરોના કહેર વચ્ચે કેટલાય લોકો ડિગ્રી વગર દવાખાનું ચલાવતા લોકોના આરોગ્ય સામે ચેડા કરતા જોવા મળ્યા હતા ત્યારે વધુ એક વાર ડિગ્રી વગરના ડૉક્ટર ને ઝડપવામાં અરવલ્લી એસ ઓ જી પોલીસ ને સફરતા હાથ લાગી હતી જેમાં બાતમી અને હકીકત દ્વારા મેઘરજ તાલુકાના રામગઢી ગામે રેડ કરતા એક બોગસ ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો હતો.જે.પી.ભરવાડ પોલીસ ઈંસ્પેકસ્ટર એસ.ઓ.જી અરવલ્લી તથા તેઓના તાબાના પોલીસના માણસો મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાાં હતા તે દરમિયાન આ.પો.કો અતલુ ભાઇ વીરમભાઇ બ.નાં.૫૪૦ નાઓની બાતમી હકીકત આધારે જયેશભાઇ દશરથભાઇ ગોર રહે.રામગઢી તા.મેઘરજ, જી.અરવલ્લી નાઓ પોતાના રહેણાાંક ઘરમાાં પ્રવેશ કરતા ૫હેલા ખંડમાં બનાવેલ દવાખાનામાાં તેમજ રહેઠાણ મકાનમાાં આવેલ સ્ટોર રૂમમાાં કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે,સટીફીકેટ વગર ડોકટર તરીકે નુ રૂપધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો થી બીમાર વ્યક્તિઓને પોતે ડોકટર નિહ હોવા છતાં તપાસી છેતરપિંડી કરી દવા , ગોળી, મેડીકલ સાધનો જેની કિંમત રૂ.૬૫,૮૦૩.૩૭/- તથા રોકડ રૂપીયા.૯૪૦/- મળી કુલ કિંમત રૂ.૬૬,૭૪૩.૩૭/- ના મદુૃામાલ સાથે મળી આવી પકડાઇ ગયલે હોઇ તેઓના વિરુદ્ધમા કાયદેસર કાર્યવાહી કરવામા આવી હતી

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here