કોવિડ ડેઝીગનેટેડ સાંઇક્રિષ્ણા હોસ્પિટલના બિનવપરાશી ચોથા માળે શોર્ટ સર્કીટ

0
22ફાયર સીસ્ટમ સહિત તંત્રની સમયસૂચકતાને પગલે જાનહાની કે નુંકશાન નહિ
જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઇ જાત માહિતી મેળવી.મહેસાણા જિલ્લામાં આવેલ કોવિડ ડેઝીગનેટેડ સાંઇક્રિષ્ણા હોસ્પિટલના તદન બિનવપરાશી ચોથા માળે શોર્ટ સર્કીટ થયેલ હતું. ફાયર સીસ્ટમની કાર્યાંવિંત અને તંત્રની સમય સુચકતાને પગલે જાનહાનિ સહિત અન્ય નુંકશાન થયેલ નથી.

મહેસાણા શહેરમાં આવેલી કોવિડ ડેઝીગનેટેડ સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં આજે સાંજે અંદાજે ૦૪-૪૫ મિનીટના સમયમાં બિનવપરાશી ચોથા માળની સીંલીંગમાં આવેલા કેસેટ ટાઇપના એરક્નડીશનરમાં સ્પાર્ક થવાને કારણે શોર્ટ સર્કીટ થયેલ હતું. શોર્ટ સરકીટના કારણે વાયરીંગ અને પ્લાસ્ટીક બળતાં ધુમાડાને કારણે સ્મોક એલાર્મ સીસ્ટમ કાર્યાંવિત થયેલ હતું. ફરજ પરના  ફાયર ઓફિસરે ફાયર હોઝરીલ (ફાયર હાઇડ્રશન સીસ્ટમ) દ્વારા સમય સુચકતા દાખવી આગને બુઝાવી દીધી હતી .ફાયર ઓફિસરની સમય સુચકતાને પગલે કોઇ અકસ્માત કે મોટુ નુંકશાન નિવારી શકાયું છે. 

અત્રે ઉલ્લેખનીય છેકે હોસ્પિટલમાં પ્રથમ માળે સારવાર મેળવી રહેલાં  ૧૫ દર્દીઓને  સલામતીના ભાગ રૂપે સારવાર માટે અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવેલ છે. સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલની જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત જિલ્લાના અધિકારીઓએ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. આ ઉપરાંત  મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં ઇલેક્ટ્રીક,ફાયર સહિત વિગતવાર ચકાસણી કરી પુન કાર્યાંવિત કરવામાં આવશે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here