તિલકવાડા અને સાગબારા તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ

0
24
તિલકવાડા અને સાગબારા તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ

રાજપીપલા : જુનેદ ખત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ સી.આર.પાટીલ, વૈષ્ણવાચાર્ય પ.પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહારાજ, અન્ય સંસદસભ્યઓ, ધારાસભ્યઓ, વલ્લભ યુથ ફાઉન્ડેશનના અગ્રણીઓ, દાતાઓ વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાતના વિવિધ ૯ જેટલા સ્થળો માટે વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ફાળવાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટને વર્ચ્યુઅલ રીતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો પણ સમાવેશ થયેલ છે.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ચેરમેન તેમજ જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના અધ્યક્ષ મમતાબેન તડવી વગેરે પણ આજે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ PSA પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા તેવી જ રીતે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસભાઇ વસાવા, સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. મનોજ શર્મા ઓક્સિજન પ્લાન્ટનાં વર્ચ્યુઅલ લોકાર્પણના કાર્યક્રમમાં જોડાયા હતા

તિલકવાડા ખાતે યોજાયેલા PSA ઓક્સિજન પ્લાન્ટનું પ્રતિકાત્મક લોકાર્પણ કરતાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે,  વૈષ્ણવાચાર્ય પ.પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ૯ જગ્યાએ PSA ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણના આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા એમ બે સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થયો છે. કોરોનાના દરદીઓની સારવાર માટે ઓક્સિજનની સતત જરૂરીયાત રહે છે. દર મિનિટે ૧૬૦ લિટર લીક્વીડ ઓક્સિજનનું ઉત્પાદન  કરતો આ PSA પ્લાન્ટ કોરોનાના દરદીઓની સારવાર માટે ખૂબજ ફાયદારૂપ થશે આ અગાઉ આપણે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાદા જમ્બો સિલીન્ડરનો ઉપયોગ કરતા હતાં. થોડા દિવસો અગાઉ ૨૦૦ લીટરની ઓક્સિજન માટેની બે ડ્યુરા ટેન્ક પણ મળી હતી. પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ આવવાથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સાથેના તૈયાર કરાયેલા ૪૦ બેડ પરના કોવિડના દરદીઓને ઓક્સિજનનો જથ્થો અવિરતપણે મળી રહેશે. આમ, કોરોનાના દરદીઓની સારવાર માટે ખૂબજ ઉપયોગી આ PSA ઓક્સિજન પ્લાન્ટ નજીકના દિવસોમાં કાર્યરત થવાની સાથે તેનો લાભ મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here