ઝઘડિયા ખાતે પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
30
દરેક વ્યક્તિએ વૃક્ષના વાવેતર સાથે જતન કરવું જરૂરી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જી.આઈ.ડી.સી. ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને નર્મદા ક્લીન ટેકના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.  સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ રોપવાના વાવેતર કરવા જોઈએ એટલુ જ નહિ પરંતુ તેના જતન અને જાળવણી સિંચન કરવાની જવાબદારી સૌ કોઈ પ્રજાજનો ઉપાડવી જોઈએ.

 વધુમાં મંત્રીએ છેલ્લા સવા વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં તેના દર્દીઓને ઓક્સિજન વગર તકલીફો પડી છે. ઓક્સિજનની અગત્યતા સમજાઈ છે, આથી સૌ કોઈ ઓક્સિજન આપનારા વૃક્ષોના વાવેતર કરવા ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે જિલ્લાના અગ્રણી મારૂતિસિંહ અટોદરીયા, ઝઘડીયાના પ્રાંત વિઠ્ઠાણી, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશભાઈ ગાબાણી, આર.એફ.ઓ. પીનાબેન પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, ઝઘડીયા ઉપપ્રમુખ રમેશભાઈ મહેતા, જે.જી.ગામીત, ઝઘડિયા તાલુકા પંચાયતના  પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડીયાની નર્મદા કલીન ટેકના અધિકારી અને કર્મચારીઓ, અધિકારી-પદાધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી તથા અન્ય મહાનુભાવોએ પર્યાવરન દિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here