હાલોલ: ડેરોલના બૂટલેગર અન્ના સોનીએ ટ્રાન્સપોર્ટમાં દારૂ મંગાવ્યો.પણ LCB એ ખેલ પાડી દીધો..

0
28પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને અંગત બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના ડેરોલ ગામે બિલિયાપુરા ગામે રહેતો અનિલકુમાર ઉર્ફે અંનો શિવકુમાર સોનીએ હરિયાણા રાજ્યના ફરીદાબાદની ટી.સી.આઈ એકસપ્રેસ ટ્રાનસ્પોર્ટ મારફતે પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને તે દારૂનો જથ્થો ટ્રાનસ્પોર્ટ મારફતે હાલોલ ગાયત્રીનગર સોસાયટીની સામે બાયપાસ રોડ પર આવેલ ટી.સી.આઈ એક્સપ્રેસ ટ્રાનસ્પોર્ટ નામની ઓફિસના ગોડાઉનમાં આવેલ છે જેમાં આ દારૂની પાંચ પેટીઓના પાંચ કાર્ટૂન બનાવી તમામ કાર્ટૂન પર થર્મોકોલ ચઢાવી સેલોટેપ લગાવી અને આ પાંચ કાર્ટૂનની બીલટીઓમાં અંદર એલોવેરા જેલ હોવાની ખોટી બીલટીઓ બનાવી છે જે બાતમીના આધારે શનિવારે એલ.સી.બી પોલીસે છાપો મારી પોલીસને પાંચેય કાર્ટૂનમાંથી ભારતીય બનાવટની 60 નંગ વિદેશી દારૂની બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ વહીસ્કીની બોટલ જેની અંદાજે કિંમત 84,000 હજારનો રૂ.નો મુદ્દામાલ ઝડપી આનોખી યુક્તિ વાપરી એલોવેરા જેલની બીલતીની આડમાં વિદેશી દારૂ ટ્રાનસ્પોર્ટ મારફતે મંગાવનાર અનિલકુમાર ઉર્ફે અંનો સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here