બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બેસ્ટ પર્ફોમેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

0
14સમસ્ત ભારત જયારે કોરોના મહામારી ની સામે જ્જુમી રહ્યું છે. ત્યારે ભારતના કેટલાય સામાજિક સંગઠનો એ સેવાયજ્ઞ માં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે.ત્યારે આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ સેવાયજ્ઞમાં અગ્રેસર છે. અત્યાર સુધી કોરોના મહામારી ના સમયમાં ફૂડ પેકેટ વિતરણ, હોમિયોપેથીક દવાનું વિતરણ, ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ સૌથી વધુ બ્લડ ડોનેશન કામગીરી અત્યાર સુધીમાં બોરસદ ડોનેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ ગ્રુપ નામ નહિ એક વિચારધારા છે,સારા કાર્યોની, જરૂરમંદ ને મદદરૂપ થવાની, સમાજ માં પરિવર્તન લાવવાની.

 

 

તા.૫-૬-૨૦૨૧ ના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપને બેસ્ટ પર્ફોમેન્સ એવોર્ડ  2020-21એનાયત કરવામાં આવ્યો.આ ગ્રુપ દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિને લોહીની જરૂર પડે તો પૂરું પાડવામાં આવે છે. બ્લડ ગ્રુપનું મુખ્ય ઉદેશ નિયમિત રીતે રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને યુવાન વ્યક્તિઑ કે જેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે અને ક્યારે રક્તદાન કર્યું નથી તેઓને રક્તદાન માટે પ્રોત્સાહન આપીને નવી શરૂઆત કરવા માટે પ્રેરણા આપે છે. સ્વૈચ્છિક દાન પદ્ધતિ વડે પ્રોત્સાહન મળે અને એકબીજા વ્યક્તિઓની દેખરેખ અને સમુદાયના વિકાસમાં અગત્યની ભૂમિકા પુરી પાડે છે.

 

આ એવોર્ડ બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ ના હજારો નિઃસ્વાર્થ યોદ્ધાઓ ને સમર્પિત કે જેઓના સમાજસેવા ના ઉમદા કાર્ય બદલ આજ રોજ તા.૫-૬-૨૦૨૧ના રોજ હજારો જરૂરમંદ નો જીવ બચાવવામાં મોટી સફળતા મળી છે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યુવાઓના આ સેવાયજ્ઞ ને ધ્યાન માં લઇ આજે જે બેસ્ટ પર્ફોમેન્સ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે તે બદલ બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ આભારી છે.આગામી સમયમાં પણ સમાજમાં રક્તદાન ક્ષેત્રે વધુમાં વધુ જાગૃતતા આવે એવા અથાગ પ્રયત્નો કરીશુ એવી ખાત્રી આપી કાર્યક્રમને વધુ પ્રજાહિત પ્રકાશ આપ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here