મેઘરજના બોગસ ડોક્ટરની દાદાગીરીની ચર્ચાઓ અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકામાં ઉંટ વૈધ્યા ડોકટરમાં જોવા મળી અફરા-તફરી

0
29વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના લક્ષણો શરદી ખાંસી તાવ મુખ્ય જોવા મળ્યા ત્યારે ઉંટ વૈધ્યા ડોક્ટરની દુકાનના ગલ્લા ઉભરાયા હતા ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા બોગસ ડોક્ટર પર લાલ આંખ કરતા ઉંટ વૈધ્યા ડોક્ટરો બિસ્તરા પોટલાં સમેટતા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે અરવલ્લી જિલ્લા મેઘરજ બોડર વિસ્તારોના ગામડાઓમાં ઉંટ વૈધ્યા ડોક્ટરો કોરોના કાળમા પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું જાણવા મળ્યું હતું ડિગ્રી વગરના તેમજ બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો પર કાર્યવાહી જરૂરી બની છે ત્યારે બોગસ ડોક્ટરો પોતાના વિસ્તારમાં તેમજ ઘરોમાં જ દવાખાનું ચાલવતા હોવાનું જણાઈ આવ્યુ હતું.ત્યારે મેઘરજના જાગૃત નાગરિક યુસુફભાઇ ચડી દ્વારા હાલમાં જ ઉંટ વૈધ્યા ડોક્ટરો પોતાના રહેણાંક વિસ્તારમાં દર્દીઓના સ્વસ્થ સાથે ચેડાં કરતા હોવાનું જાણવા મળતા યુસુફભાઇ ચડી કોરોના મહામારી પગલે તત્કાલ આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી ત્યારે મેઘરજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસના નામે મીંડુ વાળતા મેઘરજ વાસીઓમાં રોષ જોવા મળ્યો હતો તેમજ બોગસ ડોક્ટર વિરુદ્ધ યુસુફભાઇ ચડીએ ફરિયાદ કરતા બોગસ ડોક્ટર આડકતરી રીતે યુસુફભાઇ ચડીને હેરાન કરતા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવાનું યુસુફભાઇ ચડીએ જણાવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here