મોરબીની ક્રિષ્ના કોલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
34મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ અને વૃક્ષોના કાળજીપૂર્વક ઉછેરનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો અને ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ પાસે આવેલ ક્રિષ્ના કોલ કંપનીમાં 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.ક્રિષ્ના કોલ કંપની ટીમ દ્વારા જણાવાયું હતું કે, કોરોના મહામારીમાં ઓક્સિજનનું મૂલ્ય શું છે..! તે આપણે બહું જાણીએ છીએ તેથી પર્યાવરણનું જતન કરીને વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ તેમજ આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે જે હેતુથી આ વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ દ્વારા 200 જેટલા વૃક્ષોનું રોપણ કરીને તેનું કાળજી પુર્વક જતન કરવાનો સંકલ્પ લીધો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here