નર્મદા 108 ઇમરજન્સી ટિમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોવિડ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ

0
86નર્મદા 108 ઇમરજન્સી ટિમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોવિડ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ

રાજપીપળા : જુનેદ ખત્રી

તા.૫ જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગ રૂપે આજે 108 ઇમરજન્સીની નર્મદા જિલ્લાની ટિમો દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ્ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

હાલ જયારે વૃક્ષોનું નીકનંદન થય રહ્યું છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ ની અસરથી પૃથ્વી નું તાપમાન સતત વધી રહ્યું છે ગરમી મા વધારો થઈ રહ્યો છે તેમજ હવા પણ શુદ્ધ નથી ત્યારે નર્મદા જિલ્લા ની 108 ઈમરજન્સી ટિમો દ્વારા અલગ અલગ જગ્યાએ પચાસ થી વધુ વૃક્ષોના રોપા રોપી ને પર્યાવરણ ને બચાવવા એક પ્રયાસ કર્યો છે 108 ની ટીમ દ્વારા મેસેજ આપ્યો હતો કે માનવ જીવન બચાવવા માટે covid જેવી મહામારી હોય કે સામાન્ય બીમારીઓ હોય અમે હંમેશા અથાક કામ કરી રહ્યા છે લોકોના જીવ બચાવવાની સાથે એક પ્રયાસ પર્યાવરણ ને બચાવવા પણ કરી રહ્યા છે.

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ મા સિવિલ સર્જન ડો જ્યોતિ ગુપ્તા તથા 108 ના એક્ઝીક્યુટીવ મોહમ્મદ હનીફ તેમજ 108 અને 181 અને ખીલખીલાટ નો સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here