રાજપીપલા જૂની સુબજેલ પાસેથી નર્મદા જિ પં. ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીનો કાચ તોડી 3 લાખ રૂપિયાની ચોરી

0
42રાજપીપલા જૂની સુબજેલ પાસેથી નર્મદા જિ પં. ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીનો કાચ તોડી 3 લાખ રૂપિયાની ચોરી

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં અવાર નવાર પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓની કારનો કાચ તોડી રોકડા રૂપિયા સહિત કિંમતી સમાન ચોરી થયો હોવાની અનેક ફરિયાદ પોલિસ ચોપડે નોંધાઈ છે.પોલીસને એવા ચોરોને પકડવામાં સફળતા પણ મળી છે.તો બીજી બાજુ લોકોની કારના કાચ તોડી રોકડા રૂપિયા સહિત કિંમતી સામાન ચોરતી એક ગેંગ સક્રિય હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.ત્યારે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણ વસાવા પણ એનો ભોગ બન્યા છે.કિરણ વસાવાની કારનો કાચ તોડી 3 લાખ રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.તો બીજી બાજુ રાજપીપળા પોલીસ CCTV ફૂટેજના આધારે આ ઘટનાની તપાસ કરતા કરતા ઠેક ભરૂચ જિલ્લાના રાજપારડી પહોંચી હતી, અને ત્યાંથી પોલીસને કાળા કલરનું પર્સ મળી આવ્યું હતું.તપાસ કરતા એ પર્સમાં 3 લાખ રૂપિયા ગાયબ હતા ફક્ત ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી આ ચોરી એક ગેંગે કરી હતી, ચોરી કર્યા બાદ એ ગેંગ સ્પેશિયલ છકડો કરી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.હાલ તો રાજપીપળા પોલીસે એ ચોરીની આગળ તપાસ આરંભી ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here