બાયડ તાલુકાના ડેમાઇ ખાતે નવનિર્મિત આધુનિક બસસ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

0
34રિપોર્ટ ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
ગુજરાતના મુખ્યમંત્રી ના હસ્તે ગુજરાતના જુદાજુદા વિસ્તારોના એસ.ટી વિભાગના બસ સ્ટેશનના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઇ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનનું ઇ – લોકા ર્પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું. જે બસ સ્ટેશનને સાબરકાંઠા – અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે ખૂલ્લુ મૂકવા માં આવ્યું હતું, આ પ્રસંગે,પ્રાંત અધિકારી ડો.વિમલ બારોટ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, ગામના સરપંચ મહેશભાઇ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુ લાબેન સોલંકી, ભાજપના તાલુકા પ્રમુખ માનસિહ પરમાર સહિત ભાજપના આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સદ સ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. વર્તમાનમાં ચાલી રહેલી કોરો ના મહામારીના કારણે સમગ્ર કાર્યક્રમનું આયોજન સાદગી પૂર્ણ રીતે અને કોરોનાની ગાઇડ લાઇનના નિયમોના આધી ન કરવામાં આવ્યું હતું, ૧૮૮ લાખના ખર્ચે નવિન બસ સ્ટેશન બનાવવામાં આવતાં લોકોની વર્ષો જૂની સમસ્યા ઓનો આજે અંત આવ્યો હતો અને ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો, સાથે સાથે ડેમાઇ ગ્રામ પંચાયતની માંગણીને ધ્યાનમાં રાખી ડેમાઇ થી વહેલી સવારે અમદા વાદ તેમજ વડોદરા નવીન બસો ચાલુ કરવામાં આવવાનું જાણવા મળેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here