ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ થયેલી કામગીરી અંગે

0
41આજ દિન સુધી કુલ-૧૨૮ કેસો આવેલ : ૪૮ કેસોમાં લેન્ડ ગ્રેબિંગ બનતો ગુનો ૪૮ મંજૂર થયેલ કેસો પૈકી ૧૧ કેસોમાં કુલ-૬૮ ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલ હાલ જિલ્લામાં ૪૭ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ તપાસમાં સરકારએ જમીન, મકાન અને મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડનાર સામે કડક પગલાં ભરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ પસાર કરેલ છે. ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠલ આજ દિન સુધી કુલ-૧૨૮ કેસ આવેલ છે.જે પૈકી કુલ-૪૮ કેસોમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોય સમિતિ ધ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરેલ છે તા.૨૬-૦૫-૨૦૨૧ ના રોજ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં ૧૪ કેસોમાં ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. તાલુકા વાઈઝ વિગતો જોઈએ તો ભરૂચ-૦૫, વાગરા-૦૩, આમોદ-૦૨, જંબુસર-૧૬, ઝઘડીયા-૦૯, વાલીયા-૦૪, નેત્રંગ-૦૧, અંકલેશ્વર-૦૭, હાંસોટ-૦૧ મળી કુલ-૪૮ લેન્ડ ગ્રેબિંગ કેસો મંજૂઅર થયેલા છે.

ઉપરોક્ત ૪૮ મંજૂર થયેલા કેસો પૈકી ૧૧ કેસોમાં કુલ-૬૮ ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે અને તેઓની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે બાકીના કિસ્સામાં દબાણ કરનાર ઈસમોએ મૂળ માલિકોને કબજો સોંપીને સમાધાન કરેલ છે. હાલમાં જિલ્લામાં ૪૭ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ તપાસમાં છે એમ નિવાસી અધિક કલેક્ટર જે.ડી. પટેલેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here