વિદેશમાં અભ્યાસ અર્થે જતા જિલ્લાના વિધાર્થીઓને રસીમાં પ્રાથમિકતા જરૂરી આધારા પુરાવા સાથે

0
34 [email protected] પર મેઇલ કરવો.

નોવેલ કોરોના વાઈરસ (COVID-19) ના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા વેકિસનેશનનું સઘન અમલીકરણ થઈ રહયું છે. વિદેશમાં અભ્યાસ અર્થે જતા રાજયના વિધાર્થીઓને આ વેકિસનેશનનો બીજો ડોઝ આપવા માટે ગાઈડલાઈન મુજબ કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનું નકકી થયેલ છે પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે.તેમજ હાલમાં ૮૪ દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં/વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય તે અંગે આવા વિધાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવા અંગે વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ છે. મહેસાણા જિલ્લાના અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓને રસીકરણનો બીજો ડોઝ આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે..

અરજદાર વિધાર્થીઓએ નિયત થયેલ પત્રક ભરીને [email protected] પર પત્રકમાં જણાવ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરીને મોકલી આપવાની રહેશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં રસીકરણ બાબતે “Special Cell” નું ગઠન કરાયુ છે.આરોગ્ય વિભાગ તરફથી સમાવિષ્ટ દસ્તાવેજોને આધારે અરજી મંજુર થયેથી વિધાર્થીને ” કન્ફર્મેશન ” મેઈલથી રસીકરણ કેન્દ્ર અને સમય જણાવી દેવામાં આવશે. આ ઉપરાંત વેકસીનેશન માટેના જે તે દિવસના કાર્યરત કેન્દ્રોની યાદી મહેસાણા જિલ્લાની વેબસાઇટ mahesana.nic.in પર રોજબરોજ મુકવામાં આવશે વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને પત્રકની વિગતોની ચકાસણી કરી નકકી થયેલ ૭–ઓળખકાર્ડ પૈકી કોઈ એકનો ઉપયોગ વેકસીનેશન કરતી વખતે કરવાનો રહેશે અને ” વોક ઈન રજીસ્ટ્રેશન ” જે રસીકરણ કેન્દ્ર ખાતે માન્ય રાખવાનું રહેશે.

રસીકરણ માટે આ સાથે સામેલ ” Final Certificate For COVID-19 Vaccination ” ની વિગતો સંબંધિત રસીકરણ કરનાર વેકસીનેટર ભરી સહી સાથે નિવાસી અધિક કલેકટર, મહેસાણાને સહી સિકકા સારૂ વિધાર્થીઓને સમજ પાડી ક્લેકટર કચેરી, ખાતે પ્રમાણપત્ર બે નકલમાં મોકલી અપાશે. ક્લેકટર કચેરી ખાતે આવા વિધાર્થીઓ જયારે પ્રમાણપત્ર પર નિવાસી અધિક કલેકટરની સહી માટે આવે ત્યારે અત્રેની ડીઝાસ્ટર શાખા ખાતે આ અર્થે ઉભા કરવામાં આવેલા ” Special Cell ” દ્વારા નિવાસી અધિક કલેકટર, ની સહી પ્રમાણપત્ર પર મેળવી સંબંધિત વિધાર્થીઓને આ નોધવામાં આવેલા ખાસ રજીસ્ટરમાં પ્રમાણપત્રનો નંબર આપી અસલ પ્રમાણપત્ર પરત સોપવામાં આવશે.

આ રસીકરણ અને તેનું પ્રમાણપત્ર માત્ર વિદેશમાં અભ્યાસ અર્થે જતા મહેસાણા જિલ્લાના રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે ૮૪ દિવસ પુરા નથી થયા તેવા જ વિધાર્થીઓ માટેની આ વ્યવસ્થા છે. આ સિવાયની કોઈ પણ વ્યક્તિએ આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેતો નથી જેની તમામ સંબંધિતોએ ચોસતાપૂર્વક નોંધ લેવાની રહેશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here