ચોબારીમાં ઉદાસી આશ્રમ ખોડિયાર મંદિર વાવાઝોડાની ઝપટમાં ગૌ માતા સેડ ઉડિયા!!

0
33“ચોમાસા પહેલા ગૌ પ્રેમી ભક્તો નુકસાની પામેલા સેડ ને મરામત કરી ગો માતાની રક્ષા કરવા આગળ આવશે!?”

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામ ખાતે ઉદાસીન ધામ  આશ્રમ ખોડીયાર માતાના મંદિર આવેલું છે જ્યાં અંદાજે ૧૪૦ જેટલી ગૌમાતા ઓ નું દેખરેખ સંસ્થા દ્વારા કરવામાં આવે છે પરંતુ હાલ કોરોના મહામારી અંતર્ગત મંદી મોંઘવારી માં પશુઓનુ પાલન કરવું ઘણું કઠિન બની ગયું છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડામાં ગૌમાતાના સેડ ના છાપરા પતરા ઉડી જતાં આશ્રમમાં મોટું નુકસાન થયું છે જેના પરિણામે હાલ અબોલ પશુઓ ને રાખવા અને તેને ખોરાક પેટ ભરી ને મળે એ માટે આશ્રમના ભક્તોને ભારે ચિંતા રહી છે માટે ગૌ પ્રેમી ઓ સમક્ષ અપીલ કરવામાં આવી છે.કે ચોટીલા તાલુકાના ઉદાસી આશ્રમ ખોડિયારમાના મંદિરે લીલુ સુકુલ ચરો વાવાઝોડામાં નાશથઇ ગયો છે  અને ઉપરના સેડ પણ પવન સાથે ઉડી જતા હાલ તડકામાં ગૌ માતાને રાખવી પડે છે ત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે એવા સમયે ગૌ પ્રેમીઓ આશ્રમની મુલાકાત કરી પોતાની યથાશક્તિ પ્રમાણે  મદદરૂપ થાય એવી અપીલ ચોબારી ઉદાસી ધામ આશ્રમ ના મહંત એ સર્વે ગૌ પ્રેમી ઓ સમક્ષ અપીલ કરી છે વધુ માહિતી મેળવવા અંતર્ગત મહારાજનો મોબાઈલ નંબર પર સંપર્ક સેતુ 9586958399 પર સંપર્ક કરી આશ્રમની મુલાકાત લઈ યોગ્ય યથાશક્તિ પ્રમાણે મદદરૂપ થવા અપીલ કરી છે ત્યારે નોંધનીય છે કે સરકાર દ્વારા ધાર્મિક સ્થળો અને નુકસાન પામેલા આશ્રમોને મદદ કરે એ આજના આધુનિક યુગની માંગણી ઉઠી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here