નેશનલ હાઇવે 27 પર ચાલતા બેકાબૂ ડમ્પરો

0
32મોરબી ની બાજુમાંથી પસાર થતા નેશનલ હાઇવે 27 કે જે ચોટીલા થી કચ્છ તરફ જાય છે,આ હાઈવે પર રો મટીરીયલ,માટી,કોલસા ભરેલા ડમ્પર ચાલકો દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાય છે. આ ડમ્પર ચાલકો બેકાબૂ ગતિમાં અને નશાની હાલતમાં ટ્રકો ચલાવતા હોય છે તથા આ ડમ્પર ચાલકો પોતે ભરેલા માલ ને તાલપત્રી દ્વારા ઢાંકતા ન હોવાથી તેમાં ભરેલો માલ પાછળ આવતા વાહનો તથા બાઇકચાલકો ઉપર ઉડતો હોય છે.

જેથી કરીને આ હાઈવે પર રોજ-બ-રોજ અકસ્માત સર્જાય છે.આ અકસ્માત નિવારવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે જેથી કરીને ડમ્પર ચાલકો દ્વારા થતા માનવ વધ બંધ થાય.આપ ને નમ્ર વિનંતી છે કે આ ડમ્પર ચાલકો ઉપર થોડી મર્યાદાઓ નાખી અંકુશમાં લેવામાં આવે તથા પોલીસ પ્રશાસન અને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને સંયુક્ત રીતે કામ કરી આ ડમ્પર ચાલકો ઉપર નિયંત્રણ લાદવામાં આવે. આ પહેલા પણ આ બાબતની અન્ય સામાજીક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી પણ તેમનું સમાધાન થોડા સમય માટે મળેલ પણ આપ ને નમ્ર વિનંતી છે કે હવે આ સમસ્યા વધતી જતી હોવાથી કાયમી ધોરણે સમાધાન થાય એવું કરવા અપીલ કરું છું.

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here