નર્મદા : સરકારી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા વીજપુરવઠો : પ્રજા માટે સુવિધા ક્યારે ????

0
24







નર્મદા : સરકારી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા વીજપુરવઠો : પ્રજા માટે સુવિધા ક્યારે ????

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિ્લ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત કચેરી જેવી મહત્વની જિલ્લાકક્ષાની આ ત્રણેય કચેરીઓમાં થઇ રહેલી લોકોપયોગી વિવિધ પ્રજાકીય કામગીરી અને સેવાઓ વિજ પુરવઠાના કોઇપણ જાતના વિક્ષેપ વિના સમયસર, ઝડપી અને સરળતાથી પુરી પાડી શકાય તે માટે જિલ્લા પ્રસાશન દ્વારા અંદાજે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા અવિરત વિજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉભી કરાઇ છે.

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કાર્યરત કોવિડ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ખાતેની ઉક્ત મહત્વની કચેરીઓને અવિરત વિજપુરવઠો મળી રહે તે માટે ઉક્ત પ્રોજેક્ટના આયોજન-મંજૂરી અને તેના ઝડપી અમલીકરણમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે અંગત લક્ષ આપીને દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા ૫.૫ કિ.મી. અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી એક માસથી પણ ઓછા સમયગાળામાં પૂર્ણ કરીને તેને કાર્યાન્વિત કારાયો છે, જેના પરિણામે હવે વેન્ટીલેટરવાળા દરદીઓને તથા અતિમહત્વના GSWAN અને ઇ-મેઇલની કામગીરી કે જે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ-કલેક્ટર કચેરીમાંથી થાય છે તેને કોઇપણ જાતના અવરોધ કે વિક્ષેપ વિના અવિરત વિજપુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અન્વયે થયેલી કામગીરીને લીધે હવે વધુ સારી વિજ સુવિધા અને સાતત્યવાળી સેવાઓ ઉપલબ્ધ બની છે જે સરાહનીય છે

પરંતુ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા શહેર માં ઘણા બધા વિસ્તારોમાં વર્ષો થી લો વોલ્ટેજ ની સમસ્યા પ્રજા ભોગવી રહી છે કેટલાય વિસ્તારો માં વર્ષો જુના કેબલો હોવાથી વારંવાર વીજપુરવઠો ખોરવાતા પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે જો સરકારી કચેરીઓ માટે આટલી માતબર રકમ ખર્ચ કરી અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખી અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ કરાવી શકાય તો વ્યાજ સહિત મોટા બિલ ભરપાઈ કરતી પ્રજા માટે વીજ કંપની સુવિધા કેમ ઉભી નથી કરતી ? બિલ ભરવામાં વિલંબ થાય તો પ્રજા પાસે વ્યાજ સહિત ઉઘરાણી કરતી વીજ કંપની પોતાના ગ્રાહકો ને સારી સુવિધા આપવામાં નિષ્ફળ કેમ ? આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે…

નર્મદા જિલ્લા કલેકટર આ બાબતે પ્રજા ને યોગ્ય ન્યાય અપાવે અને યોગ્ય વોલ્ટેજ સાથે વિજપુરવઠો પ્રજાને મળે તેવી લોક માંગ ઉઠી છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here