ઉદ્યોગ નગર મોરબી માં વિકાસના અમીછાંટણા ની આશાઓ ના વાદળો ક્યારે? ઘેરાશે!!!

0
38મોરબી શહેરમાં તંત્ર પાસે આયોજનનો અભાવ હોય તેમ સમસ્યાઓથી પ્રજા પરેશાન બની છે મોરબીમાં મોટાભાગના માર્ગો ધૂળની ડમરી અને ગાબડા ધારી હોવાથી રાહદારીઓ વાહનચાલકો ચિંતક બન્યા છે જ્યારે સ્વચ્છતા ભારત અભિયાન ની વાતો માત્ર મર્યાદિત હોય તેમ વાર-તહેવારે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દેખાવ કરતા હોય તેમ મોટાભાગે મતદાર પ્રજા અનુભવી ચૂકી છે હાલમાં મોરબી ના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના અભાવે માર્ગો પર ધૂળની ડમરીઓ કચરાના ગંજ ઉભરાતી ગટરો ની ફરિયાદો ઉઠી રહી છે એક તરફ કોરોના હાહાકાર મચાવી દીધો છે.ત્યારે કોરોના કાળમાં નિષ્ફળ રહેલા સ્થાનિક નેતાઓ સહિત વિકાસના ચૂંટણી જાણે ભાષણ કરનાર નેતાઓ મોરબી નો વિકાસ કેવો? એતો અખબારોના સમાચારથી અને લોક ફરિયાદ થી જાણતા જ હશે!!! કે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા કે કરોડોના ખર્ચે બનેલી જિલ્લા પંચાયતો દ્વારા પ્રજા હિત કાર્ય કહેવા થાય છે એ તો મોરબી પંથકની મતદાર પ્રજા ની દ્રષ્ટિ જોઈ રહી છે એવા સમયે સરકારી હોસ્પિટલમાં લાખો કરોડોના ખર્ચા કરવા છતાં મોટાભાગના જરૂરીયાત મંદ ડોક્ટરોની જગ્યા ભરાતી ના હોવાના કારણે કોરોના જેવો વાયરસ રોગનો ભોગ પ્રજા અન્ય કોઈ રોગનો ભોગ ન બને તે માટે મોરબી શહેર જિલ્લામાં ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ અને પ્રજા હિત કાર્ય કરવું જોઈએ પરંતુ હાલ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેમાં મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ મોરબીના વાવડી રોડ ઉપર સાતનામ ગૌશાળાની બાજુમાં આવેલ ભીલની વાડીના રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી સતત ઓવરફ્લો થાય છે. ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મુકતા આસપાસના ગંદા પાણીના તલાવડા ભરાયા છે અને બેસુમાર ગંદકી ફેલાય રહી છે. આથી, સ્થાનિકો ના આરોગ્ય પર રોગચાળોનું જોખમ ઉભું થયું છે. જો કે સફાઈ કર્મીઓ આ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા આવ્યા હતા. પણ સફાઈનું અડધું કામ મૂકીને ચાલતી પકડી હતી. ગટરની યોગ્ય રીતે સફાઈ ન થતા ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા યથાવત રહી છે. જેથી, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે વિકાસની વાતો કરનાર માટે લાલબત્તી સમાન તસવીરો માં નજરે પડે છે મોરબીના ધારાસભ્ય કોરોના કાળ અંતર્ગત બીમારી સબબ દર્દીઓની મુલાકાત કરી શક્યા નથી હવે તો મજા એક સમસ્યા તંદુરસ્તી હોય તો કરશે? એવા પ્રશ્નો હાલ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ઉઠવા પામ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here