આદિત્ય ફાઉન્ડેશન જુનાગઢ દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

0
33(અહેવાલ : ભરતબોરીચા)


જૂનાગઢ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આદિત્ય ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા વૃક્ષારોપણ તેમજ પશુ પક્ષીઓને પાણી પીવા માટે શહેરના વિવિધ સ્થળોએ પાણીની કુંડીઓ રાખી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આદિત્ય ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હિરેનભાઈ બોરીચાએ લોકોને પર્યાવરણનું જતન એ આપણા સૌની ફરજ અને નૈતિક જવાબદારી છે, ત્યારે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી આ જવાબદારી નિભાવવી જોઈએ કારણકે પ્રકૃતિ હવા, પાણી, પ્રકાશ બધુ આપે છે. વિવિધ પ્રકારની જમીન, જંગલ, દરિયો જૈવિક વિવિધતાથી પૃથ્વી ભરપુર છે બસ તેમા આપણે અવ્યવસ્થા ન કરવી જોઈએ અને લોકોએ કુદરતી આપત્તિઓના ભોગથી બચવુ હશે તો પર્યાવરણને પ્રાથમિકતા આપવી પડશે.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે હાલ આ કાળઝાળ ગરમી તેમજ ઉનાળાના છેલ્લા દિવસોમાં પાણીની અછત પણ સર્જાય છે, ત્યારે પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય તો અબોલ પશુ પક્ષીઓનું શું થતું હશે તે વિચારીને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણની સાથે સાથે શહેરના અનેક સ્થળોએ પાણીની કુંડીઓ મુકવામાં આવી અને કોઈ સેવાભાવી લોકોને આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થવું હોય અને કોઈ સ્થળે કુંડીઓ મુકીને કાયમી કુંડીઓ પાણીની ભરવાની જવાબદારી સ્વીકારશે તેને આદિત્ય ફાઉન્ડેશન દ્વારા કુંડીઓ વિનામૂલ્યે આપવામાં તેમ સંસ્થાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here