રાજપારડી જીએમડીસી ખાતે વન મહોત્સવના આયોજન માં ૧૦૦ લીમડા રોપાયા 

0
45રાજપારડી જીએમડીસી ખાતે વન મહોત્સવના આયોજન માં ૧૦૦ લીમડા રોપાયા

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે કાર્યરત જીએમડીસી ખાતે ગઇકાલે ૫ મી જુનના દિવસે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ટાણે વન મહોત્સવ યોજાયો હતો. વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જીએમડીસીના જનરલ મેનેજર તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયા વનવિભાગ તેમજ જીએમડીસીના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમ અંતર્ગત જીએમડીસી ખાણ પાસે ૧૦૦ જેટલા લીમડાના વૃક્ષોનું રોપણ કરાયુ.કાર્યક્રમમાં જીએમડીસી જનરલ મેનેજર સ્વાગતરાય તેમજ અન્ય અધિકારીઓ ડેપ્યુટી જનરલ મેનેજર એસ.ડી જાઘાણી એન્વાયરમેન્ટ ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ ઇન્ચાર્જ એમ.પી ઝાલા ઉપરાંત ઝઘડીયા આર.એફ.ઓ મિનાક્ષીબેન પરમાર,સૈયદભાઇ ફોરેસ્ટર અને રાજપારડીના ફોરેસ્ટર હેમંત કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના રક્ષણમાં વૃક્ષો મહત્વના હોવાની વાત ઉચ્ચારીને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here