*રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકા ના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રક ના પાણી થી ભરાશે

0
15રિપોર્ટ કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડ

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ , માલપુર મોડાસા ને ખેતીવાડી માટે સિંચાઇ ની સુવિધા આપવા ૧૧૭ કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે*.
*આ યોજના અંતર્ગત મેઘરજ ના ૧૯ ,માલપુર ના ૩૬ અને મોડાસા ના ૫ તળાવ મળી કુલ ૪૮ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે*
*એટલું જ નહિ સિંચાઇથી વંચિત એવા ૪૬૯૫ એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે*
આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થશે.

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આવા વનબંધુ વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા માટે હવે વધુ એક સંવેદના પૂર્ણ અભિગમ દર્શાવીને મધ્ય ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાને હરીયાળા બનાવવા રૂ. ૧૧૭.૧૩ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે*.
*અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક જળાશયમાં પાણીની ઉપલબ્ધિ હોવા છતાં આ વિસ્તારમાં સિંચાઇ માટે પૂરતુ પાણી આપી શકાતું ન હતું*
*બહુધા આ વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે અને સિંચાઇ કે પીવાના પાણી ની સમસ્યા રહે છે*.

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ સમસ્યા અંગે રજૂઆત આવતા તેમણે આ વિસ્તારના આગેવાનોએ કરેલી રજૂઆતોનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપીને આ યોજના મંજૂર કરી છે*.
શ્રી વિજય ભાઈ રૂપાણી ના આ નિર્ણય ને પરિણામે મેઘરજ માલપુર અને મોડાસા તાલુકા ના કુલ મળીને ૪૮ ગામો ને લિફ્ટ ઇરીગેશન થી સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે પાણી મળતું થશે.
*એટલું જ નહીં ખેડૂતો કપાસ,તુવેર, ઘઉ, મકાઈ જેવા પાક માટે પૂરતું પાણી મેળવી ને વધુ પાક ઉત્પાદનથી વધુ આવક રળી શકશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here