હાલોલ:સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગના બનાવો રોકવા માટે તાજપુરા ખાતે મોકડ્રીલનુ આયોજન કરાયૂ

0
32







પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગુજરાતની કેટલીક કોવિડ19 હોસ્પિટલમાં આગની ઘટના બનતા કેટલાક લોકો આગની ઘટનાનો ભોગ બન્યા હતા જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ઠેરઠેર કોવિડ19 હોસ્પિટલમાં આગની ઘટનાના સમયે તકેદારીના પગલાં ભરવા માટેની તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલી કોવિડ19 હોસ્પિટલ ખાતે પણ 6મી જૂને રવિવાર ના રોજ સવારના સુમારે હાલોલ ફાયર ફાયટરની ટીમ,હાલોલ મામલતદાર સ્ટાફ,અને હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમ સહિત તાજપુરા કોવિડ 19 હોસ્પિટલના સ્ટાફને સાથે રાખી આગની ઘટના બનવા પામેં ત્યારે ક્યાં પ્રકારના તકેદારીના પગલાં લઈ વધુમાં વધુ જાનહાનિ અને થતું નુકશાન અટકાવવા માટેની કરવામાં આવતી તૈયારના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજપુરા કોવિડ19 હોસ્પિટલના મેદાનમાં એક ખુલ્લા ખાડામાં આગ લગાવી ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાવાની તજવીજ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા ની તૈયારી સહિતના તકેદારીના પગલાંના ભાગરૂપે મોકડ્રીલ સફળ રહી હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here