કોરોના, બેરોજગારી, શોષણ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, જાતીવાદ, કોમવાદ, અંધશ્રદ્ધા જેવી સમસ્યાઓના સચોટ ઉકેલ માટે છે કોઇ પ્રતિભાશાળી ?

0
47
જાતીવાદ, કોમવાદ કરનારા લોકનેતાઓ નથી, રાજકીય પક્ષોના હોદેદાર હોય છે પણ એ ચૂંટણીઓ લક્ષી કામદાર જેવા છે, સતા મેળવવા રાજકારણમાં આવનાર ૧૦૦૦ માં એકાદ લોકનેતા છે બાકી રાજકારણ એક ધંધો- વેપાર- ઉદ્યોગ છે.

લોકશાહી સંવિધાનમાં વ્યવસ્થા બદલવા ચોકકસ વૈધાનિક નિયમો છે, ગુજરાતમાં ગુજરાત પુરતી વ્યવસ્થાઓ બદલવા અનેક કાયદો અને પેટા નિયમો બદલવા પડે, નવા વિધેયકો, ઠરાવો કરવા પડે જે આપ સૌ જાણો છો?

મહત્વની વાત એ છે કે, કયા કાયદાઓ બદલવા, કયા રદ કરવા, કયા કાયદા સુધારવા, કયા કાયદા નવા લાવવા, એ કાયદાકીય ફેરફારો માટે વિધાનસભા ચલાવવી, બહુમતિથી કાયદા પાસ કરાવવા, રાજયપાલશ્રી, રાષ્ટ્રપતિશ્રીના હસ્તાક્ષર થવા, ઉપરાંત એ કાયદાઓના નિયમો બનાવવા એ બધુ સચિવો, અધિકારીઓ, વૈધાનિક નિષ્ણાતો વગેરે ઉપર નિયંત્રણ શકિત હોય તો શકય છે,ગુજરાતમાં   આશરે ૨૫૦ આઇ.એ.એસ, આશરે ૨૫૩ આઇ.પી.એસ. અધિક, નાયબ, સયુંકત કક્ષાના સચિવો, વિવિધ દરજ્જાના કલેકટરો, મામલતદારો, ડી.ડીઓ, સહિત અનેક ઉચ્ચ શિક્ષિત અને બુદ્ધિશાળીઓ પાસે ચોકકસ કામ લેવાનો કમાન્ડ પાવર હોવો જરુરી છે,

વૈધાનિક ભાષા, વહિવટી ભાષા, ન્યાયીક ભાષા વગેરે સમજતા લખતા આવડવી જરુરી, સવા છ કરોડમાં ૧ કરોડ લોકો કદાચ કોઇ ઉત્પાર્જન કરતા નથી ફકત વપરાશ કરે છે,

રાજયના કરવેરાઓ, આવક, અનેક જાતીઓ, હજારો કચેરીઓ, અનેક વ્યવસ્થાઓ વિશેના લગભગ નાના મોટા ૬૦૦ થી વધુ અધિનિયમો ની પ્રાથમિક સમજણ હોવી જરુરી છે,

કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, ઉર્જા, ખનીજ, સિંચાઇ, મહેસુલ, શહેરી વિકાસ, વન, અન્ન પુરવઠો, જેવા ૨૯થી વધુ ખાતાઓ છે તે બધાના પાયાના કાયદાઓ અને નિયમોની બરાબર સમજણ અને એ મુજબ નિયંત્રણ કરવાની સમજણ જોઇએ,દરેક જીલ્લાઓ, તાલુકાઓ, સચિવાલય, વગેરેમાં કયા અધિકારી કોણ છે અને તેનું શું કોશલ્ય છે તે જાણમાં હોવું જોઇએ,

ઉદ્યોગગૃહો, વેપારીઓને એક શકિતશાળી લોબી છે, રાજકીય પક્ષોના સંગઠનો, જાતીવાદી સંગઠનો, હજારો ઉપદ્રવી આગેવાનો, વિરોધીઓ, મીડિયા એ બધા ઉપર જડબેસલાક કન્ટ્રોલ કરી શકે એ માણસ ભ્રષ્ટાચાર, શોષણ, શિક્ષણ અંધશ્રદ્ધા વગેરે ને બદલી શકે, એ માટે સચિવાલય, હાઇકોર્ટે, સુપ્રીમ કોર્ટ, રાજયપાલશ્રી, રાષ્ટ્રપતિશ્રી સાથે કામ કરવાના નિયમો અને પધ્ધતિઓની સમજણ અને અનુભવ હોવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here