સંતરામપુર ખાતે ચાર દર્દી સાજા થતા રજા આપવામાં

0
41
સંતરામપુર ખાતે દર્દી સાજા થતા રજા આપવામાં આવી.

આજે ૨૮ દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી


જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૨૫૭ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

મહીસાગર જિલ્લામાં આજે ૦૫ પોઝિટિવ કેસ નોંધાયા

 

 

 

અત્યારસુધી જિલ્લામાં કોરોના (COVID-19) ના કુલ ૭૪૫૩ પોઝીટીવ કેસ નોંધાયા

હાલ ૧૨૩ દર્દીઓ સારવાર હેઠળ
જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૫૬૫૮૮ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા

સંતરામપુર ::- અમિન કોઠારી

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૧ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૨ સ્ત્રી, ૦૧ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૬-૦૬-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૭૪૫૩ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની-૦૨ સ્‍ત્રી, ૦૩ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૨ પુરૂષ, લુણાવાડા તાલુકાની-૦૫ સ્‍ત્રી, ૦૮ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૧ સ્ત્રી, ૩ પુરૂષ અને વિરપુર તાલુકાના ૦૩ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.
આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૭૨૫૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨૨ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૫૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૨૫૬૫૮૮ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૦૨ દર્દી ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, લુણાવાડા ખાતે, ૭૮ દર્દી હોમઆઇસોલેશનમાં, ૦૬ દર્દી એસ.ડી.એસ. સંતરામપુર ખાતે, ૧૨ દર્દી અન્‍ય જિલ્‍લા ખાતે અને ૨૫ દર્દી પ્રાઇવેટ હોસ્‍પિટલ, મહીસાગર ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૦૩ દર્દીઓ સ્ટેબલ, ૧૮ દર્દીઓ ઓક્સિજન પર અને
૦૨ દર્દીઓ વેન્‍ટીલેટર પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here