જેતપુર પ્રેમમાં નિષ્ફળ યુવાને ગળેફાંસો ખાય આયખું ટૂંકાવ્યું.

0
34જેતપુર પ્રેમમાં નિષ્ફળ યુવાને ગળેફાંસો ખાય આયખું ટૂંકાવ્યું.

જેતપુરના નવાગઢ ના દાસીજીવણ પરા વિસ્તારમાં રહેતો યુવાને સોશ્યલ મીડિયા મારફત થયેલ પ્રેમમાં નાસીપાશ થઈ આજે સવારે પોતાના ઘરે કોઈ ન હોય ત્યારે ગળેફાંસો ખાય જીવન ટૂંકાવી નાખ્યું હતું.
શહેરના દાસીજીવણ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પરમારનો યુવાનીમાં ડગ માંડતો પુત્ર અજય ઉ.વ.૧૮ વાળાએ આજે સવારે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે છતના હુક સાથે ચૂંદડીનો ગાળિયો બનાવી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.


આ અંગે જાણવા મળતી વિગત મુજબ અજય ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો હતો તે સાડીઓના પેકિંગનું મજૂરી કામ કરતો હતો. અજયને દોઢ બે વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયા મારફતે એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. અને આ સંપર્ક પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગયો. જેમાં ત્રણેક દિવસથી સોશ્યલ મીડિયા મારફતે થયેલ પ્રેમ ભગ્ન થઈ ગયો હતો. જેથી અજય તેરેનામ ફિલ્મના રાધેની જેમ સમાજથી અલિપ્ત થઈ ગયો. અને પાન માવો પણ ક્યારેય ન ખાતો અજયે યુવતીના ગમને ભુલાવવા ત્રણેક દિવસથી દારૂનો સહારો લીધો. તેમ છતાં સોશ્યલ મીડિયાની પ્રેમિકા ભુલાતી જ ન હોય આજે તેના માતા પિતા એક દુઃખદ પ્રસંગે ગયા હોય અને ભાઈઓ કામ પર ચાલ્યા ગયા બાદ અજયે ચા ગાંઠિયાનો નાસ્તો કર્યો. ત્યારબાદ અજય જ્યાં કામ પર જતો હતો ત્યાં દસેક વાગ્યા સુધી ન પહોંચતા સાથી કામદારોએ તેના ભાઈને કોલ કરી અજય હજુ સુધી કામ પર આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેના ભાઈએ અજયના મિત્રને ફોન કરીને તે ઘરે છે કે નહીં તે જોવાનું કહેતા તેનો મિત્ર ઘરે જતા દરવાજો આગડીયો લગાવ્યા વગર ખુલો હતો. જે ખોલીને જોતા અજય ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. જેથી સ્થાનિકોએ તરત જ તેને હોસ્પીટલે લાવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here