બેઝ ઓઇલનો ટેન્કર સહીત ગેરકાયદેશરનો જથ્થો પકડી પાડતી કોઠારા પોલીસ પોલીસ.

0
29રમેશ મહેશ્વરી દ્વારા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર જી.પી.જાડેજા નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ગઢવાડા ગામની વાડી વિસ્તારમાં એક ટેન્કર રજી નંબર જીજે -૧ ર – એજેડ -૭૪૮૪ વાળામા બેઝ ઓઇલ ગેરકાયદેશર ભરેલ પડેલ છે.

જેથી સદર જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ટેન્કરમા બેઝ ઓઇલ ૩૦૦૦ લીટર કી.રૂ .૧,૯૫,૦૦૦ / – ભરેલ મળી આવેલ તથા એક ઇલેટ્રીક મોટર કી.રૂ .૫૦૦૦ / – તથા ટેન્કર કી.રૂ .૫,૦૦,૦૦૦,એમ કુલ્લા રૂ .૭,૦૦,૦૦૦ / – નો મુદામાલ કજે કરી આગળની કાયદેશરની કાર્યવાહી કરેલ આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર જી.પી.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ ઉમેશભાઇ એસ બારોટ તથા પો.હેડ.કોન્સ.ધર્મેન્દ્રસિંહ કે ઝાલા તથા પો.હેડ.કોન્સ.નીલેશભાઇ સી બગ્ગા તથા પો.કોન્સ . જુનેદભાઈ સઠીયા તથા પ્રા.ડ્રી.નરેન્દ્રસિંહ.કે.સોઢ , નાઓ જોડાયેલ હતા .LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here