અમદાવાદ ના ફાલકન ટ્રાવેલ્સ નામ ની ખાનગી બસ સ્ટેન્ડ પર ફાયર સેફટી નો અભાવ

0
44
ફાલકન ટ્રાવેલ્સ કંપની ના સંચાલકો દ્વારા કરવામાં આવી છે દાદાગીરી….

ગેરકાયદેસર લાયસન્સ વગર નો ડીઝલ પમ્પ ધમધમી રહ્યો છે.

અમદાવાદ શહેર ના એસ.જી હાઇવે ખાતે આવેલા ખાનગી બસ સ્ટેન્ડ ધરાવતી કંપની ફાલકન ટ્રાવેલ્સ માં રોજ ના ઘણા બધા પેસેન્જરો બસ માં બેસવા માટે ત્યાં હાજર હોય છે.

આ સિવાય ફાલકન ટ્રાવેલ્સ ની 30 થી 40 બસો નું પાર્કિંગ થતું હોય છે અને સાથે જ પુરા ભારત માં આ જગ્યા એ થી કાર્ગો અને પાર્સલ નો પણ બિઝનેસ ખૂબ જ મોટા પાયે ચાલે છે.

ફાલકન ટ્રાવેલ્સ નામની ખાનગી ટ્રાવેલ્સ કંપની દ્વારા આ જગ્યા પર લાઇસન્સ વગર નો ડીઝલ પમ્પ બનાવવા માં આવ્યો છે જ્યાં તેઓ પોતાની બસ માં ડીઝલ પુરે છે.

એસ.જી હાઇવે પર ની આ જગ્યા ની આજુ બાજુ પાર્ટી પ્લોટ , રેસ્ટોરન્ટ અને રેસિડેન્ટ પણ આવેલા છે ત્યારે આ જગ્યા એ જ ફાયર ની ઘટના બને તો ઘણા બધા લોકો માં જીવ જોખમ માં મુકાઈ શકે તેમ છે.

આજુબાજુ માં હાઇવે ને કારણે દિવસ ના હાજરો વાહનો ની અવરજવર પણ સતત 24 કલાક ચાલુ જ હોય છે ત્યારે આ જગ્યા પર કોઈપણ ફાયર સેફટી ના સાધનો નથી ત્યારે ફાયર બોમ્બ બનેલી આ જગ્યા તંત્ર ના ધ્યાન માં ક્યારે આવશે તે જોવું રહ્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હાલ ના સમય માં જ્યારે ફાયર સેફટી ના નિયમો નું કડક પાલન કરવાની વાત કરવામાં આવી રહી છે અને સરકાર પણ લોકો ના હિત માં ફાયર સેફટી નું ધ્યાન રાખવા માટે કહી રહી છે અને નિયમો ને પણ કડક બનાવ્યા છે તેવા સમય માં આ પ્રકાર ની ખાનગી ટ્રાવેલ્સ ના સંચાલકો શહેર ના મુખ્ય માર્ગ પર આવા જીવતા બૉમ્બ સમાન જગ્યાઓ લઈ ને બેઠા છે ત્યારે તંત્ર સફાળું જાગે તે માટે Z Plus ની ટીમ દ્વારા આ સ્થળ ની રૂબરૂ તપાસ કરી ને માહિતી મેળવી હતી,

સ્થળ પર તપાસ કરતા આ જગ્યા પર ફાયર સેફટી ના કોઈ સાધનો નહીં હોવા નું જાણવા મળ્યું હતું.

 

 

Narendra Modi Amit Shah CMO Gujarat Vijay Rupani Nitin Patel C R Paatil
NITI Aayog BJP GujaratBharatiya Janata Party (BJP) Swastik Jadeja Page Gujarat Police Ahmedabad Police AMC-Amdavad Municipal Corporation #GujaratPolice #Gujarat #PMOIndia #cmogujarat #dgpgujarat #NitinGadkari #crpartil #gujarati #gujaratfire #GujaratGovernment #GujaratiNews #Gujarat #ahmedabad #amdavad #police #fire #gujaratfire #CFO

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here