ભારતીય બનાવટના વિદેશી દારૂના ૩૨,૬૧,૯૦૦/-ના પ્રોહી મુદામાલ સાથે એક આરોપીને પકડી બે વોન્ટેડ જાહેર કર્યા.

0
34
રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ પોલીસ મથકનો સ્ટાપ પોલીસ સ્ટેશન વિસ્તારમા નાઈટ પેટ્રોલિંગમા હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે “એક અશોક લેલન ટ્રક નંબર-MH-18-AA-0286 માં ખાલી ખાખીના પુઠ્ઠાના બોક્ષની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો આવેલ છે. જેને અરેઠી ગામની સીમમા આ વિદેશી દારૂનો જથ્થો ખાલી કરવાના ફીરાકમાં હોય.” જે બાતમી ના આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી.પાંચાણી તેમજ તેમના સ્ટાપ સાથે રેઈડ કરતા સ્થળ ઉપરથી અશોક લેલન ટ્રક MH-18-AA-0286 તથા ટ્રક ચાલક નન્નુ ખાન (ઉ.વ.૫૬) મળી આવેલ હતો. અને પંચો સાથે સદર ટ્રકને ચેક કરતા પાછળના ભાગે ખાખી કલરના પુઠ્ઠાની આડમાં (૧) રોયલ સ્પેશ્યલ પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૮૪૦૦/- જેની કુલ કિંમત .રૂ-૮,૪૦,૦૦૦/-, (૨) ઇમ્પ્રીયલ બ્લ્યુ હેન્ડ પીકેડ વ્હિસ્કીની બોટલ નંગ-૫૫૨૦/- જેની કુલ કિંમતી .રૂ-૮,૦૪,૦૦૦/-, (૩) મેજીક મુમેન્ટની બોટલ નંગ-૮૫૨/- જેની કુલ કિંમત રૂ-૧,૪૮,,૨૦૦/-, (૪) રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૩૬૦/- જેની કુલ કિંમત રૂ-૧,૬૨,૦૦૦/-, (૫) સીગ્નેચર રેર એજ વ્હિસ્કીની બોટલ નંગ-૬૦/- જેની કુલ કિંમત રૂ-૪૯,૨૦૦/-, (૬) બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૪૮/- જેની કુલ કિંમત રૂ-૪૦,૮૦૦/-
(૭) રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હિસ્કીની બોટલ નંગ-૨૪/- કી.રૂ-૨૦,૪૦૦/-, (૮) કીંગ ફિશર એકસ્ટ્રા સ્ટ્રોગ પ્રીમીયમ બીયરની ટીન નંગ-૧૯૬૮/- જેની કુલ કિંમત રૂ-૧,૯૬,૮૦૦/- મળી કુલ રૂ- ૨૨,૬૧,૪૦૦/- તથા અશોક લેલન ટ્રક નંબર-MH-18-AA-0286 જેની કુલ કિંમતી રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા-૩૨,૬૧,૪૦૦/- ના મુજબનો ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ છે. જેથી સદર ટ્રક ચાલક તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવનાર તથા મોકલનાર વિરુધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ મુદામાલ ક્યાથી લાવવામાં આવ્યો અને ક્યા પહોચાડવાનો હતો તે બાબતે સઘન તપાસ ચાલુ છે.

સદર કામગીરી પો.સ.ઈ. એન.જી.પાંચાણી, અ.હે.કો.મુળજીભાઇ ખાનસીંગભાઇ, જગદીશભાઇ, લીમજીભાઇ, વિજયસિંહ કાનાભાઇ, અબ્દુલ મસીદ, રમેશભાઇ તથા પો.કો.અજીતભાઇ, અજીતભાઇ, પ્રકાશભાઇ, જેશલભાઇ તથા ડ્રા.હે.કો. કાંતિભાઈ લનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ:-

(૧) સલમાન ઝાડીયા પઠાણ રહે,મનાવર તા.મનાવર જી.ધાર (એમ.પી.)
(૨)ભાઈજાન રહે,દમણ જેનું પુરૂ નામ ઠામ જણાયેલ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here