મૂળ રાજપીપળાના અને મુંબઈમાં રહેતા પ્રખ્યાત સંગીતકાર શિવરામ પરમારે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો

0
41મૂળ રાજપીપળાના અને મુંબઈમાં રહેતા પ્રખ્યાત સંગીતકાર શિવરામ પરમારે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો

રાજપીપળા : જુનેદ ખત્રી

કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકારે વેકસીન અવશ્ય લેવા ઉપર ભાર મુક્યો છે ત્યારે વેકસીન લેવા માટે સામાન્ય માણસો સહિત સેલિબ્રિટી પણ આગળ આવ્યા છે

રાજપીપળા ના મૂળ અને મુંબઇ નગરીમાં બૉલીવુડ માં સંગીતકાર તરીકે નામના મેળવનાર શિવરામ પરમારે મુંબઇ ખાતે વેકસીન લીધી હતી સાથે તેમણે જણાવ્યું હતું કે વેક્સિન લેતી વેળા દરેક વ્યકિત ને જરૂરી માર્ગદર્શન તેમજ પૂરી જાણકારી આપાઈ છે માટે ગભરાયા વિના વેકસીન લેવી જોઈએ હાલ ગ્રામ્ય વિસ્તારના લોકો ની અંદર રહેલી શંકા તેમજ વેક્સિન ને લઈને ખોટી ગેરસમજ દૂર કરી દરેક ને વેક્સિન લેવા તેમણે અનુરોધ કરી પોતે સ્વસ્થ જીવન તેમજ દેશ ને સુરક્ષિત બનાવવા તરફ સૌ એ એક સાથે આ પગલું ભરવું જરૂરી છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી

લોકો વેક્સિન ની જરૂરિયાત ને સમજી વહેલિતકે વેક્સિન લેવા આગળ આવે અને આમાં આપણે આ મહામારી માંથી આપણાં દેશ તેમજ પોતાના પરિવાર ને સ્વસ્થ રાખીએ તેવો મેસેજ શિવરામ પરમારે આપ્યો હતો સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના મહામારી ને નાબુદ કરવા માટે વેક્સિન લાવીને સફળતા મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આપ સૌ એ આ વેક્સિન થી ડરવું નહીં વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છ આપણે વેક્સિન દ્વારા કોરોના ને નાબૂદ કરીશું અને આપણો પરિવાર, સમાજ અને દેશના દરેક નાગરિક સ્વસ્થ અને સુરક્ષિત રહે તેવા સરકારના પ્રયાસોને સ્વીકારીને દરેક વ્યક્તિ વેક્સિન લઈ સુરક્ષિત રહે જેથી આપણો સમાજ અને આપણા દેશને આ મહામારી માંથી ઝડપથી ઉગારી શકીએ તેવી આશા વ્યક્ત કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here