વડિયા ગામે શ્યામવિલા સોસાયટીમાં બંધ મકાન માંથી ૨.૦૭ લાખની ચોરી

0
34







વડિયા ગામે શ્યામવિલા સોસાયટીમાં બંધ મકાન માંથી ૨.૦૭ લાખની ચોરી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં બાઇક ચોરી બાદ હવે ઘરફોડ ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે રાજપીપળા નજીક આવેલ વડિયા ગામે શ્યામવિલા સોસાયટીમાં બંધ મકાન માંથી ૨.૦૭ લાખની ચોરી થતા આસપાસના રહીશો ભયભીત થયા છે

પ્રાપ્ત માહિતી મુજબ વિનિતભાઈ બાબુભાઇ પટેલે આપેલ ફરિયાદ મુજબ તેમનું મકાન બંધ હતું ત્યારે અજાણ્યા ચોરો દ્વારા ઘરના મુખ્ય દ્વારનો નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી ઘરની તીજોરીના લોકરનો દરવાજો તોડી તેની અંદરના સીકરેટ લોકરમા પ્લાસ્ટીકની થેલીમા મુકેલ રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા તીજોરીમા કાપડમા કવરમાં મુકેલ રોકડા રૂપિયા ૫૦,૦૦૦/-ની મતાની ચોરી કરી તેમજ સાહેદ કાંતીભાઇ સુકલાલભાઇ ચૌધરી નાઓના મકાનના દરવાજાના નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીના લોકરમા મુકેલ ચાંદીના સાંકળા જોડ-૧ આશરે ૧૦૦ ગ્રામ વજનના કિ.રૂ.૫,૦૦૦/- તથા ગલ્લામા મુકેલ આશરે રૂપિયા.૨,૦૦૦/- ની મતા મળી કુલ રૂપિયા.૨,૦૭,૦૦૦/- ની ચોરી કરી ગયા છે ત્યારે આ બાબતે રાજપીપલા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here