ડાંગમાં દારૂ ભરેલી બે એક્સયુવી કાર સાથે ઝડપાયેલા 4 બુટલેગરોનાં વઘઇ કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા

0
51ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત ઘોડા વિસ્તારનાં માર્ગમાંથી લક્ઝુરિયસ ગાડીઓમાં ભારતીય બનાવટનો કુલ રૂ.1.86 લાખનાં દારૂ સાથે ઝડપાયેલા ચાર બુટલેગરોનાં નામદાર વઘઇ કોર્ટ દ્વારા પાંચ  દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા…

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન પ્રવૃત્તિને ડામવા જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની  એલ.સી.બી.પી.એસ.આઈ પી.એચ.મકવાણાની ટીમને શુક્રવારે બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી લક્ઝુરિયસ મહેન્દ્રા એક્સ.યુ.વી કાર મહાલ તરફ જઈ રહી છે.જે બાતમીનાં આધારે ડાંગ એલ.સી.બી પોલીસની ટીમ મહાલ રોડ પર તપાસ માટે નીકળતા ચનખલ મહાલ રોડ પર એક શંકાસ્પદ મહેન્દ્રા એક્સયુવી નજરે ચડતા તાત્કાલિક નાકાબંધી કરી પોલીસે આ એક્સ.યુ.વી કારનો પીછો કરતા એક્સ.યુ.વી.કાર બરડીપાડા નાકા તરફ ભાગી હતી.પરંતુ બરડીપાડા ફોરેસ્ટ નાકુ બંધ હોવાનાં પગલે ત્યાંથી આ બુટલેગરો પૂરપાટ ઝડપે રિટર્ન આવતા હતા.જે દરમિયાન ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે માર્ગમાં ખાનગી વાહનો તેમજ સરકારી જીપ આડી ઊભી રાખતા  મહિન્દ્રા એક્સ.યુ.વી.નં.જી.જે 23.સી.સી.2222નાં ચાલક તેમજ તેમાં બેસેલા અન્ય બે ઈસમો કારને મૂકી જંગલ તરફ  નાસી ગયા હતા.આ દરમિયાન અન્ય એક સફેદ કલરની મહિન્દ્રા એક્સ.યુ.વી.નં.જી.જે.5.જે.ઈ. 4742નાં ચાલકે માર્ગની સાઈડમાં ઊભેલી એલ.સી.બીની સરકારી જીપ નંબર.જી.જે.18.જી.બી. 0524ને આગળનાં ભાગે બમ્પર તથા સાઈડનાં ભાગે ટક્કર મારી હતી.તેની સાથેની અન્ય એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર કાલીબેલ તરફ નાસી ગઈ હતી.આ પકડાયેલી એક્સ.યુ.વી. કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ બોટલ નંગ.422 જેની કિંમત 1,86,520 મોબાઇલ નંગ-5 જેની કિંમત 44,000 તેમજ બે લક્ઝુરિયસ કારની કિંમત 17,00,000 મળી કુલ.19,30,520નો મુદામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરનાર ચાર બુટલેગરોમાં પરેશ નવીન રાઠોડ રે.સ્ટુડિયો પ્લાઝા મસાલ ચોક નાની દમણ.હેમંત હરી પટેલ.રે.માયાવંશી કલસર ગામ પારડી. દિપક કાંતિ પટેલ.રે.કોળીવાડ નાની દમણ.ગણેશ રામુ હળપતી. રે.બંદર ફળયુ કોલક પારડી તેમજ કિરણ બાબુ પટેલ ઉર્ફે કિરણ છનિયો તથા ફોર્ચ્યુનર કાર.ન. જી.જે.01.કે.ડબ્લ્યુ.8083નાં ચાલક તેમજ અન્ય ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ એલ.સી.બી. પી.એસ.આઈ.પૂ.એચ.મકવાણાએ હાથ ધરી હતી.જેમાં ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે આ ચાર બુટલેગરોને નામદાર વઘઇ કોર્ટમાં રજૂ કરતા નામદાર વઘઇ કોર્ટ દ્વારા આ આરોપીઓનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજુર કરતા આવનાર દિવસોમાં દારૂની હેરા ફેરી કરતા મોટા માથાઓનાં નામ બહાર આવશેની ચર્ચાએ જોર પકડયુ છે.હાલમાં આ ચારેય બુટલેગરો રિમાન્ડ હેઠળ ધકેલાતા અસામાજીક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here