કરસાડ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

0
35
 

વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ પ્રોહીબીશન/જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચન કરેલ જે અનુસંધાને અંક્લેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ભોજાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ કોમ્બીંગ નાઈટ દરમ્યાન તા.૦૬/૦૬/૨૦૨૧ ના રોજ વાલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.ગામીત નાઓને મળેલ બાતમી આધારે નીચે મુજબનો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

વિગત :-

વાલીયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.એસ.કે.ગામીત નાઓને મળેલ ચોક્ક્સ આધારભુત બાતમી આધારે કરસાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાં તથા કરસાડ ગામની પાછળ જંગલ ખાતાની જગ્યાને અડીને આવેલ ખેતરમાંથી આ કામનો નહિં પકડાયેલ આરોપી પ્રતિક વિષ્ણુ રણા રહેવાસી- કરસાડ તા. વાલીયા જી. ભરૂચ નાએ ઉપરોક્ત પકડાયેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ કરવાના ઈરાદે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા પતરાના ટીન બીયરોના બોક્ષ મળી કુલ્લે બોક્ષ નંગ- ૬૫ જેમાં નાની મોટી બોટલો તથા ટીન બીયરો નંગ- ૧૬૬૮ (૬૧૦.૪૪ લીટર) કુલ્લે કિંમત રૂપિયા- ૩,૨૫,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.

આરોપી :- વોન્ટેડ-

(૧) પ્રતિક વિષ્ણુ રણા રહેવાસી- કરસાડ ગામ તા. વાલીયા જી. ભરૂચ

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી ના નામો :-

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત તથા અ.હે.કો. મયંકકુમાર દિનેશચન્દ્ર, અ.હે.કો. ભુપેન્દ્રભાઇ રમેશભાઇ, અ.પો.કો. મહેશભાઇ પરભુભાઇ, આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ, અ.પો.કો. સંજયભાઇ સુખદેવભાઇ, આ.પો.કો. અનિલભાઇ રૂબજીભાઇ, અ.પો.કો. નિલેશભાઇગંભીરભાઇ , અ.પો.કો. કીરીટભાઇ રમેશભાઇ, અ.પો.કો. કલ્પેશભાઇ ગંભીરભાઇ, અ.પો.કો. પ્રતાપભાઇ ભરતભાઇ, મેહુલભાઇ રામસીંગભાઇ, પો.કો. રાકેશભાઇ યશવંતભાઇ, અ.પો.કો. ચેતનભાઇ રમેશભાઇ નાઓ દ્વારા સંયુક્ત કામગીરીથી શોધી કાઢવામાં આવેલ છે.

 

રિપોર્ટર,સતિષ દેશમુખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here