જુગારના રોકડા રૂપિયા તથા કુલ્લે મુદ્દામાલ કિં.રૂ!- ૮૫,૩૮૦/- સાથે જુગારનો કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

0
50આજ રોજ અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વટારીયા ગામે ગણેશ સુગર ફેક્ટરી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઝાડની નીચે ખુલ્લામાં કેટલાક ઈસમો ગંજીફા પાનાનો જુગાર રમાડતા હોવાની બાતમી આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ નાઓને મળતા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપર પકડાયેલ આરોપીઓ (૧) બીકુભાઇ S/O ચનેશ્વર કિશનભાઇ પ્રશાદ ઉ.વ ૨૬ હાલ રહેવાસી- ગણેશ સુગર ફેક્ટરી કોલોની G/4 વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ (૨) ક્રિષ્ના S/O સંજયભાઇ ભીખાભાઇ પાટીલ ઉ.વ. ૨૪ રહેવાસી- ગણેશ સુગર ફેક્ટરી નવી કોલોની વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ મુળ રહેવાસી- છેડવેલકોડ ગામ નિઝામપુર મોહલ્લા તા. સાંકરી જી. ધુલીયા (૩) ગોરખ S/O શિવરામ બાજીરાવ આહીરે ઉ.વ. ૬૫ હાલ રહેવાસી. G/15 ગણેશ સુગર ફેક્ટરી કોલોની વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ જે તમામની અંગ ઝડતી માંથી મળેલ રોકડા રૂપિયા તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા- ૧૦,૩૮૦/- તથા મોટર સાયકલો નંગ- ૩ જેની કુલ કિંમત રૂપિયા-૬૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા- ૮,૦૦૦/- ગંજીફા ના પાના નંગ – ૩૭ કિ.રૂ.૦૦/- તથા પાથરણું કિંમત રૂપિયા-૦૦/- મળી કુલ કિંમત રૂપિયા- ૮૫,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે તથા રેઈડ દરમ્યાન નાસી છુટેલ આરોપીઓ જેઓના નામ સરનામાં ખબર નથી જે તમામ વિરુધ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

 

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ ના નામો :-

પો.ઈન્સ. એસ.કે.ગામીત, વુ.હે.કો. સંગીતાબેન હિંમતસિંહ, અ.પો.કો. દેવજીભાઇ સીંગાભાઇ, અ.પો.કો. મહેશભાઇ પરભુભાઇ , આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ, અ.પો.કો. ગૌતમભાઇ હરીભાઇ , આ.પો.કો. રામેશભાઇ યશવંતભાઇ , આ.પો.કો. નરસિંહ માનસિંહ , અ.પો.કો. કલ્પેશભાઇ ગંભીરસિંહ નાઓના ટીમ વર્કથી સદર કામગીરી કરવામાં આવેલ છે

રિપોર્ટર,સતિષ દેશમુખLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here