નેત્રંગ તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસ ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી.

0
44
 

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકામાં “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વનવિભાગ તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

કોરોના વૈશ્વિક મહામારી માં પ્રાણવાયુ ઓક્ઝિજનની અછત ઉભી થઇ હતી. જે વૃક્ષો થકી આપણે પ્રાણવાયુ મળે છે. વ્રુક્ષઓ નું જતન કરવાને બદલે તેનો નાશ થતો હોવાથી તેની સીધી પર્યાવરણ પર જોવા મળતી હોય છે.

પાંચમી જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેત્રંગ તાલુકા વનવિભાગ દ્વારા નેત્રંગ ટાઉન વિસ્તારમાં ઔષધિય રોપા જેવા કે તુલસી, ગળો, નગોડ, અરડુશી, જીવંતીકા ડોળી જેવા અન્ય ૧૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકામાં કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ – (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” ખાતે તાલુકા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ ના સંકલન થી વનવિભાગ નેત્રંગ રેંજ ના આર.એફ.ઓ સરફરાજ યુ. ઘાંચી ના સહયોગ થી ઔષધિય રોપાનું વિતરણ ગાંધી બજાર વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ હતું.

સાથે જ વનવિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ નાં કંમ્પાઉન્ડમાં ડોકટર્સ, નર્સ, સફાઈ કામદાર અને ૧૦૮ એમ્બુલન્સ નાં સ્ટાફ (કોરોના વોરીયર્સ) દ્રારા હોસ્પીટલ કમ્પાઉન્ડમાં માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

તાલુકામાં કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના તાલુકાના ટ્રેનર સંધ્યાબેન સોરઠીયા દ્વારા પણ કુબેરભંડારી મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here