હળવદ તાલુકાના દિઘડીયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

0
31હળવદ તાલુકાના વિવિધ ગામોમા બોગસ ડૉક્ટરનો રાફડો ફાટ્યો છે અને કોઈ પણ જાતની ડીગ્રી વગર બેફામ એલોપથી દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે ત્યારે હળવદના દીધડીયામા મૂળ એમપીનો છેલ્લા પાંચ વર્ષથી દવાખાનુ ચલાવતો હતો ત્યારે પોલીસે દવાખાને છાપો મારતા ડોક્ટરને પૂછપરછ બોગસ ડોકટર પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનુ સામે આવ્યું હતું જેથી હળવદ પોલીસે ડૉકટરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના છેવાડાના ગામોમા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નાકામ નિવડતા બેફામ મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો ફાટ્યો છે ત્યારે હળવદ પોલીસને ચોક્કસ બાતમીના આધારે મુળ મધ્યપ્રદેશનો અમીયકુમાર નામનો ડિગ્રી વિનાનો બોગસ ડોકટરને રંગ હાથ ઝડપી પાડયો હતો જ્યારે પોલીસ દ્વારા ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં નકલી ડૉક્ટરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે તાલુકાના કેટલાક ગામોમા બોગસ ડૉક્ટર હોવાનું અવારનવાર જાણવા મળતું હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા બોગસ ડૉક્ટર બેફામ બની ગયા છે ત્યારે દીઘડીયામા બોગસ ડૉક્ટર પકડી લીધા બાદ હવે તાલુકાના વિવિધ ગામોમા પણ ડીગ્રી વગર એલોપથી દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ડૉક્ટરો પર કાર્યવાહી તે જરૂરી બન્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here