હળવદ માળીયા હાઈવે પર એક કારખાનામાં   એક શ્રમિક એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
34







હળવદ માળિયા હાઈવેપર આવેલા પરીક્ષિત લેમીનેટ કારખાનામા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે આત્મહત્યા શું કારણે કરી છે અંગે કારણ જાણવા મળ્યું નથી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઈવેપર સુસવાવ ગામના પાટિયા નજીક હાઇવે પર આવેલ પરીક્ષિત લેમિનેટ નામના કારખાનામાં મજૂરી કામ કરતા મહેશભાઈ  (ઉંમર 28, રહે મૂળ બાલાસિનોર) વાળાએ કોઈ અગમ્ય કારણોસર કારખાના રૂમમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું અને બનાવ અંગેની જાણ પોલીસને કરાતા ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતના પોલીસ જવાનો બનાવ સ્થળે દોડી ગયા છે અને લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે તપાસ હાથ ધરી તે દીશામાં તપાસ હાથ ધરી હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here