ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ લોકોના હક અને અધિકારો અપાવવાનું કાર્ય કરે છે

0
29
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

સવિનય જય ભારત જય ભીમ, જય સંવિધાન, સાથે જણાવવાનું કે ઓલ ઇન્ડિયા SC , ST , OBC , માઇનોરીટીસ મહાસંઘ છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ, થાણે જીલ્લા, નવી મુંબઈ, ગુજરાત, કચ્છ ભુજ,ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલી નડિયાદ, મહેસાણા , અમદાવાદ, સુરત ,નવસારી, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ,અને સંપૂર્ણ ભારત ભરમાં આ સંગઠન કામ કરે સંગઠન માધ્યમથી લોકોના હક અધિકારો અપાવાનું કામ કરે છે સંગઠનના મૂળ ઉદ્દેશ જાતિ તોડો સમાજ જોડો ભારત જોડો રાષ્ટ્રીય જન સામાજિક સમતા અભિયાન તેમજ સંવિધાનિક મુજબ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો માટે સતત અવાજ ઉઠાવતા હોય છે તેમજ શોષિતો પીડિતો વંચિતો ના હક અને અધિકાર અન્યાય સામે આ સંગઠન દ્વારા લડતા હોય છે તેમજ ડૉ . બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન નું પાલન કરીને કાયદેસરની લડત આપવામાં આવે છે ડૉ.બાબાસાહેબના ત્રણ મુખ્ય નારા છે શિક્ષણ સંગઠન અને પ્રગતિ તે નું પાલન કરીને સમાજને એક સારી દિશા આપીએ ડૉ.બાબાસાહેબે ભારત દેશમાં રહેતા સર્વ સમાજો ના અધિકાર માટે સવિધાન બનાવ્યું છે સમતા બંધુત્વતા અને ભાઈચારા પર આધારિત ભારતીય સંવિધાન છે કોઈ ઊંચ નહી કોઈ નીચા નહિ સર્વ ને સમાન અધિકાર આપતું ભારતનું સર્વશ્રેષ્ઠ સંવિધાન છે એટલે આપણી લડત સંવિધાનિક હોવી જોઈએ અને કાયદાનો ઉપયોગ કરીને ઓલ ઇન્ડિયા SC , ST , OBC , માઇનોરીટીસ મહાસંઘ દ્વારા લોકોને અધિકાર આપવામાં આવે છે તે માટે આ સંગઠનમાં મોટી સંખ્યામાં જોડાઇને સમાજનો વિકાસ કરીએ સંમતા મૂલ્ય સમાજની સ્થાપના કરીએ ઓલ ઇન્ડિયા SC, ST, OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી.સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ, રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ, રાષ્ટ્રીય કાર્યકરી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદ ઉર્ફે.હમીરભાઈ શામળીયા, ગુજરાત પ્રદેશ આઈટી સેલ પ્રમુખ ભરતસિંહ ઠાકોર, કચ્છ જિલ્લાના રૂપાભાઈ શામળીયા, ભારમલ ભાઈ, જીતેન્દ્ર ભાઇ વાઘેલા, કાનજીભાઈ પી,પરમાર, શામળીયા, મોહનભાઈ વણકર,મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ, હરંચરજીત સિંહ સહાની, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આઘાડી અધ્યક્ષ સંજીવની દામોદર, મુંબઈ પ્રદેશ કાર્યકરી સદસ્ય છગનભાઈ ઝાલા, એડવોકેટ આનંદ સર્વે, વિશ્રામભાઇ મેરીયા, રાજુભાઈ ગોહિલ, હિરજીભાઇ બગડા શિવજી બુચિયા, રતનભાઇ કન્નડ, અનેક ભારત ના જિલ્લા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યા આ સંગઠન જોડે જોડાયેલા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here