વઘઇથી આહવા જતાં માર્ગનાં ધુળચોંડ ગામ પાસે મીક્ષર કન્ટેનર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

0
38







<span;>ડાંગ:- મદન વૈષ્ણવ

<span;>ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા ધોરીમાર્ગનાં ધૂળચોંડ ગામ નજીક યુનિટી કન્સ્ટ્રક્શન નાંદનપેડાનું માલવાહક મીક્ષર કન્ટેનર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો..

<span;>                              પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ દાવદહાડ ગામથી યુનિટી કન્સ્ટ્રક્શનનું  માલસામાનનો જથ્થો ભરી સૂપદહાડ ગામ તરફ જઈ રહેલ કન્ટેનર જે આહવાથી વઘઇને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ધૂળચોંડ ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ માલવાહક કન્ટેનર માર્ગની સાઈડનાં નદીનાં કોતરમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મીક્ષર માલવાહક કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here