ભાજપે છેલ્લા 25 વર્ષ થી શિક્ષણ ને ધંધો બનાવી દીધો છે : ભેમાભાઈ ચૌધરી

0
46મોટાભાગની પેરામેડિકલ ની માન્યતા ધરાવતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ભાજપના નેતાઓની છે

એક વર્ષ સુધી ઓફ લાઈન શિક્ષણ ન મેળવનાર પેરમેડીકલ ના વિદ્યાર્થીઓ ને ફી માં કોઈ રાહત કેમ નહિ ???


છેલ્લા એક વર્ષ ઉપરાંત થી ચાલતી કોરોના મહામારી દરમ્યાન રાજ્ય ની મેડિકલ તેમજ પેરા મેડિકલ ની માન્યતા ધરાવતી અને મસમોટી ફી ઉઘરાવતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એ ઓફ લાઈન શિક્ષણ આપ્યું નથી તેમછતાં વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી વસુલ કરવામાં આવી છે, જે ખરેખર શરમજનક છે.
ખરેખર જો સત્ય હકીકત જોવા જઈએ તો આવી માન્યતા મેળવેલ અને વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ભાજપ ના નેતાઓ ની જ છે. જેમકે પાટણ જિલ્લા માં સિદ્ધપુર ખાતે આવેલ ગોકુલ યુનિવર્સિટી એ ભાજપ ના નેતા બળવંતસિંહ રાજપૂત ની છે, જેમાં નર્સિંગ, આયુર્વેદ તેમજ હોમીઓપેથી કોલેજ ચાલુ છે. તો ગાંધીનગર જિલ્લા ની કલોલ ખાતે આવેલ પેરા મેડિકલ તેમજ નર્સિંગ ને અનેક વિભાગો ધરાવતું વિશાળ સંકુલ ભાજપ ના ભૂતપૂર્વ ધારાસભ્ય અને અમિત શાહ સાથે નજીક નો સંબંધ ધરાવતા અતુલ પટેલ ની કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગાંધીનગર પાસે આવેલ મજુશ્રી કોલેજ ના સંચાલકો પણ ભાજપના નેતાઓ સાથે નજીક નો સંબંધ ધરાવે છે
વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવતી આવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એક વર્ષથી બંધ હોવાથી લાઇટબીલ, વહીવટી ખર્ચ તેમજ પ્રોફેસરોને ઓછા પગાર આપી કરોડો રૂપિયાની બચત કરી છે. તેમછતાં વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી વસુલ કરી કોરોના માં પણ કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે.
ખરેખર જોવા જઈએ તો તેમનો વાર્ષિક ખર્ચ કર્યા વગર પૂરેપૂરી ફી ઉઘરાવી છે, જે રાજ્ય સરકાર ને ખબર હોવા છતાં તેમને સાચવી લેવામાં આવ્યા છે.
*સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લેતી સ્કૂલો એ એકબાજુ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી અને બીજી બાજુ રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ મેળવી*
મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો એ તો કરોડો રૂપિયા નો નફો કર્યો તો બીજી બાજુ રાજ્ય સરકાર ની ગ્રાન્ટ મેળવતી સ્કૂલો એ એક વર્ષથી શાળાઓ બંધ રહેતા વહીવટી ખર્ચ તેમજ લાઈટ બીલ માં બચત કરી હોવાંછતા રાજ્ય સરકારે ગ્રાન્ટ આપી તેમછતાં વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા ફી ઉઘરાવી કરોડો રૂપિયાની બચત કરી છે. આંમ શિક્ષણ મફત માં આપવાની જગ્યા એ શિક્ષણ આપ્યા વગર શિક્ષણ ના નમે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે.
*દિલ્હી માં અરવિંદ કેજરીવાલ મફત શિક્ષણ આપી રહ્યા છે* ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ આપ્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યા છે.
આમ ભાજપે છેલ્લા 25 વર્ષ થી શિક્ષણ ને ધંધો બનાવી દીધો છે

*ભેમાભાઈ ચૌધરી*
*પ્રદેશ ઉપાધ્યક્ષ*
*આપ,ગુજરાત*LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here