કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ભુકંપ

0
87સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં યોજાયેલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી અને ત્યારબાદ કોંગ્રેસના રાજકારણમાં આંતરિક વિખવાદ તેમજ જુથવાદ સામે આવ્યો હતો અને અનેક વર્ષો જુના કોંગ્રેસના સક્રિય આગેવાનો અને હોદ્દેદારોમાં રોષ જોવા મળ્યો હતો જેમાં પ્રદેશ કોંગ્રેસની કાર્યપધ્ધતિ તેમજ સક્રિય આગેવાનો અને કાર્યકરોનો સંપર્ક ન કરી સંકલનના અભાવને કારણે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોમાં અસંતોષ જોવા મળ્યો હતો જેના ભાગરૂપે ક્રમશઃ રાજીનામાનો દોર શરૂ થયો હતો અને અંદાજે ૧૭થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો સહિત પૂર્વ હોદ્દેદારોએ પક્ષના તમામ હોદ્દેથી રાજીનામા આપી પક્ષ સાથે છેડો ફાડયો હતો.

 

સામાજીક આગેવાનો સહિત કુલ મળી અંદાજે ૪૦ જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં ત્યારે શહેરની મધ્યમાં આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

આમ આદમી પાર્ટી જો સત્તામાં આવશે તો સમગ્ર રાજ્ય સાથે દેશમાં કોઈપણ ભ્રષ્ટાચાર થવા નહિં દે અને પારદર્શક વહિવટ કરી પ્રજાની વચ્ચે રહી તમામ કામો ઝડપથી પૂર્ણ કરશે તેમજ દેશમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હશે તો તેને નિડરતાથી રોકી ભ્રષ્ટાચારીઓ સહિત અધિકારીઓને કાયદાનું ભાન કરાવી કડક કાર્યવાહી હાથધરશે.

આમ આદમી પાર્ટીમાં જોડાયેલ હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો

ક્રમ નામ હોદ્દો / પૂર્વ હોદ્દો (કોંગ્રેસ)
(૧) વિક્રમભાઈ દવે પૂર્વ નગરપાલિકા પ્રમુખ, વઢવાણ
(૨) કમલેશ કોટેચા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ
(૩) સતીષ ગમારા પૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ
(૪) દિપક ચીહલા જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ
(૫) કનેશ સોલંકી પૂર્વ ઉપ-પ્રમુખ વઢવાણ નગરપાલિકા
(૬) ઘનશ્યામભાઈ ભડાણીયા શહેર કોંગ્રેસ પૂર્વ મંત્રી
(૭) જીતુભાઈ પરમાર પૂર્વ વઢવાણ શહેર ઉપ-પ્રમુખ
(૮) અપૂર્વભાઈ કોઠારી શહેર કોંગ્રેસ પૂર્વ મહામંત્રી
(૯) રમેશભાઈ ધોળકીયા શહેર કોંગ્રેસ પૂર્વ મહામંત્રી
(૧૦) શાહરૂખખાન પઠાણ સોશ્યલ મીડીયા ઉપ-પ્રમુખ
(૧૧) અહેઝાદ હુશેન પઠાણ સોશ્યલ મીડીયા પ્રમુખ
(૧૨) હેમુભાઈ પરમાર શહેર સંગઠન મંત્રી
(૧૩) મનસુખભાઈ પરમાર શહેર કોંગ્રેસ પૂર્વ મંત્રી
(૧૪) કેતનભાઈ અગ્રાવત જીલ્લા સોશ્યલ મીડીયા ઉપ-પ્રમુખ
(૧૫) દાનાભાઈ ભરવાડ શહેર પૂર્વ મંત્રી
(૧૬) રાજેશભાઈ ચીહલા શહેર ઉપ-પ્રમુખ
(૧૭) વિજયસિંહ રાઠોડ શહેર મંત્રી
(૧૮) કાર્તિકભાઈ જાની તાલુકા સોશ્યલ કો-ઓર્ડીનેટર
(૧૯) કદમભાઈ દવે પૂર્વ ઉપ-પ્રમુખ વઢવાણ શહેરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here